Abtak Media Google News

બાંદીપોરા કાશ્મીરના બાંદીપોરામાં બુધવારે આતંકીઓએ બીએસએફ જવાનની હત્યા કરી નાખી હતી. જવાનની ઓળખ મોહમ્મદ રમઝાન પારે તરીકે થઇ છે. આતંકીઓ રમીઝના ઘરમાં ઘૂસ્યા હતા અને તેને ખેંચીને બહાર લાવ્યા હતા. ઘરવાળા લોકોની આતંકીઓ સાથે અથડામણ થઇ હતી. દરમિયાન આતંકીઓએ રમીઝને ગોળી ધરબી દીધી હતી. પરિવારના ત્રણ લોકો પણ ઘવાયા હતા. એહમદ ગત 26 ઓગસ્ટથી 37 દિવસની રજા પર આવ્યા હતા. તેઓ 2011માં બીએસએફમાં જોડાયા હતા. જવાનની હત્યા બાદ સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ આતંકીઓએ પહેલા રમીઝને ખેંચીને ઘરની બહાર લઇ જવાની કોશિશ કરી. તેના બે ભાઇ જાવેદ, શોએબ, પિતા ગુલામ અને ફોઇ હબ્બા બેગમે આનો વિરોધ કરતાં તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું. રમીઝનું ઘટનાસ્થળે જ મોત થયું.

બાંદીપોરાના એસપી ઝુલ્ફિકાર આઝાદના કહેવા મુજબ આતંકીઓ રમીઝને કિડનેપ કરવા ઇચ્છતા હતા. આતંકીઓના ફાયરિંગમાં રમીઝના પિતા મોહમ્મદ મકબૂલ, માતા અને ફોઇ ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. આ ઘટનામાં 3-4 આતંકીઓ સંડોવાયેલા છે. જમ્મુ પોલીસના કહેવા મુજબ આતંકી ઘટના પાછળ લશ્કર-એ-તોયબાનો હાથ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.