કાલે સ્વામિનારાયણ ગુરૂકુલમાં ગુરુપૂર્ણિમાં મહોત્સવ અને સંતશિબિર

229

સ્વામિનારાયણ ગુરૂકુલ ગોંડલ રોડની દેશ અને દુનિયાની ૩૫ શાખાઓમાંથી પધારેલ સંતોને મહંત દેવકૃષ્ણદાસજીએ વિશેષમાં કહ્યું હતું કે, દરેકને માથે અનુશાસન જરૂરી છે. કન્યા અને સાધુ ઉપર જો અનુશાસન ન હોય તો તેના જીવન અવળે રસ્તે ચઢી જતા વાર ન લાગે ત્યારે દ્વિ દિવસીય સંત શિબિરનો પ્રારંભ દીપ પ્રાગટય સાથે વૈદિક મંત્રોના ગાનથી કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના અંતેવાસી શિષ્યો લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, જ્ઞાનસ્વ‚પદાસજી સ્વામી તથા ઘનશ્યામજીવનદાસજી સ્વામીએ સંત જીવનની ગૌરવતા ભરી વાતો કરેલ હતી. પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામીએ ઉપસ્થિત સંતોને સંબોધતા કહેલું કે, આપણા જીવન છ ભાગમાં વહેંચી જીવન જીવવાની રીત બનાવેલી. જેમાં સહજ જીવન, સાધુ, જીવન, ભકિતમય જીવન, સેવામય જીવ, પ્રગતિશીલ જીવન અને આઘ્યાત્મિક જીવન, આ છ પ્રકારના જીવનમાં આપણા જીવનમાં સમયનો, ક્ષમતાનો ઉપયોગ ભગવાન અને ગુરુને રાજી કરવા સાથે સામાજીક ઉત્થાન અર્થે કેમ વાપરી શકાય ? તેની રીતે બતાવેલ વિવિધ ગુરૂકુલમાં સંસ્કાર અને સેવામય કાર્યો સંભાળી રહેલા તથા નવસારી ધર્મજીવન પાઠશાળામાં અભ્યાસ કરતા સંતોએ વિવિધ કૃતિઓ, પ્રોજેકટો બનાવીને નિદર્શન કરાવેલ હતું.સ્વામી ભકિતવલ્લભદાસજી તથા પ્રભુ સ્વામીએ વકતવ્ય આપેલ. આ સાતમી સંત શિબિરનું સંચાલન શાસ્ત્રી હરિનારાયણદાસજી સ્વામી, શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી તથા શાસ્ત્રી વિરકતજીવનદાસજી સ્વામીએ કરેલ. વિશેષમાં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમ અંગેની વાત કરતા પ્રભુ સ્વામીએ કહેલ કે સવારમાં ૬:૩૦ વાગ્યે ભગવાન સ્વામિનારાયણનો પંચામૃત, પુષ્પ, પાંખડી, વિવિધ ફ્રુટ રસ તથા મોતીથી અભિષેક ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી આદિ સંતો પાર્ષદોના હસ્તે કરાશે. સન ૧૯૮૮ થી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિમાં થતી પ્રાત: ધુન બાદ પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી સત્સંગ લાભ આપશે. સવારે ૯ વાગ્યે ગુરુકુલના બાળકો અને યુવાનો દ્વારા ગુરુવંદના નૃત્યથી ગુરુપૂર્ણિમા મહોત્સવનો પ્રારંભ થશે.

ગુરુણામ ગુરુ ભગવાન સ્વામિનારાયણની ચરણપાદુકાનું પુજન, ગુરુદેવનું પુજન દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે કરાશે. ગુરુકુલના ઉત્કર્ષમાં અને ગુરુકુલ પરિવારના સંતો, વિદ્યાર્થીઓ અને હરિભકતોના જીવનમાં સત્સંગના, જીવન નિતિરીતીના સંસ્કારો રેડનારા પૂજનીય અક્ષરધામસ્થવિરાજીત સંતો પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, જોગી સ્વામી, કોઠારી સ્વામી હરિજીવનદાસજી, મુગટ સ્વામી હરિપ્રસાદદાસજી સ્વામી, નારણ ભગત વગેરે તેમજ ધામ ધામથી પધારેલા સંતોનું રાજકોટ, અમદાવાદ, વડોદરા, વિદ્યાનગર, આણંદ, સુરેન્દ્રનગર, પાટડી વર્ણીન્દ્રધામ, પોઈચા નીલકંઠધામ, સુરત, નવસારી, મુંબઈ, પુના, અમરેલી, ભાવનગર, જુનાગઢ, કેશોદ, ઉના, ભાયાવદર તેમજ અમેરિકા, લંડન, આફ્રિકા, દુંબઈથી પધારેલા હરિભકતો તથા વિદ્યાર્થીઓ કરશે. પુરાણી જ્ઞાનસ્વ‚પદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી, લક્ષ્મીનારાયણદાસજી સ્વામી વગેરે સંતોના સત્સંગ લાભ બાદ અંતમાં અને ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી ‚ડા આશીર્વાદ સંતો ભકતોને પાઠવશે તેમજ અભિષેક, અન્નકુટ, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે.

Loading...