Abtak Media Google News

શું ભાજપ જનાદેશ ગુમાવી રહ્યું છે?

પ્રજાનો રૂખ બદલાઇ રહ્યો છે કે વાતાવરણમાં પલટો! સમય પારખવામાં કચાશ રહેશે તો ભાજપને મોંઘું પડી જશે

વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદીનો જાદુ દેશભમાં જોવા મળ્યો હતો. જેથી ભાજપે લોકસભાની ૫૪૩માંથી ૨૮૨ બેઠકો મેળવીને નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં સરકાર રચી હતી જે બાદ દેશના તમામ રાજયોમાં ભાજપની સત્તામાં અભૂતપૂર્વ વધારો થવા પામ્યો હતો. જે માર્ચ ૨૦૧૮માં સૌથી ઉપરની ટોચ પર રહેવા પામ્યો હતો., આ સમયે દેશના ૭૬ટકા વિસ્તારમાં ભાજપની સીધી કે આડકતરી રીતે સતા હતી. આ સતાના વિસ્તાર દેશની વસ્તીના ૬૯ ટકા સુધી ફેલાયેલો હતો. જે બાદ ૨૦૧૯માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પણ દેશભરમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાની સુનામી જોવા મળી હતી. જેથી ભાજપે ૫૪૩માંથી ૩૦૩ બેઠકો મેળવી હતી.

પરંતુ દેશમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવીને બીજી વખત બનેલી મોદી સરકારે દેશવાસીઓની નાડ પારખવામાં નિષ્ફળ રહી હોય તેમ એક એક પછી વિવાદાસ્પદ નિર્ણય લેવા માંડી હતી. ઉપરાંત બદલાતા રાજકીય પરિસ્થિતિને પારખવામાં સાથી પક્ષોના પ્રજાનો બદાયેલા વર્તન કે રૂપ પારખવામાં ભાજપનીટોચની નેતાગીરી નિષ્ફળ રહેવા પામી હોય તે ભાજપની સત્તા અનેક રાજયોમાં સમેટાવવા લાગી હતી. તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી પણ સતા ગુમાવ્યા બાદ નવેમ્બર ૨૦૧૯માં દેશમાં ભાજપની સત્તા અડધો અડધ થઈને ૩૭.૪ ટકા જેટલા વિસ્તારમાં રહેવા પામી હતી જે દેશના ૪૫.૬ ટકા વસ્તીને આવરી લે છે. દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અપાવનારી સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના દબદબા વચ્ચે ૧૯૮૦માં સ્થાપના પામેલી ભાજપે ધીમેધીમે દેશભરમાં મજબૂત જનાધાર ઉભો કર્યો હતો.

દેશમાં છવાયેલી બિન સાંપ્રદાયિક વિચારધારા વચ્ચે હિન્દુત્વનો મુદો બનાવીને ભાજપે ટુંકા સમયમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી હતી ૧૯૮૪માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં માત્ર બે બેઠક મેળવનારી ભાજપે ત્રણ દાયકા બાદ ૨૦૧૪માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ૨૮૨ બેઠકો મેળવી હતી જે બાદ, ભાજપની દેશભરમાં ફેલાયેલી સત્તામાં સતત વધારો થવા પામ્યો હતો. કેન્દ્રમાં સત્તા આવતા દેશભરના અનેક રાજયોમાં પણ ભાજપને નવા સાથી પક્ષો મળ્યા હતા જેથી ભાજપે દેશભરનાં આશરે ૭૬ ટકા વિસ્તારોમાં સીધી કે ટેકાથી સતા મેળવી હતી.

7537D2F3 4

પરંતુ ડીસેમ્બર ૨૦૧૭ પછી દેશભરમાં છવાયેલો ભાજપનો કેસરીયો શાસનના સંકોચાવવાની શરૂઆત થઈ હતી આ સમયગાળા દરમ્યાન થયેલી પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢ રાજયમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવવી પડી હતી. પૂર્વોત્તર રાજયો પશ્ર્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મિઝોરમ, વગેરેમા સત્તા મેળવવા સક્રિય બનેલી ભાજપની મહેનત લેખે લાગી હોય તેમ આ સાત રાજયોમાં ભાજપ કીંગ કે કીંગમેકરની ભૂમિકામાં આવ્યું હતુ. પરંતુ દેશના બીજા રાજયોમાં વિસ્તરેલી સત્તા ધીમેધીમે ઓછી થવા લાગી હતી.

વર્ષ ૨૦૧૯મા યોજાયેલી લોકસભા ચૂંટણીમાં દેશભરમાં વડાપ્રધાન મોદીનો જાદુ યથાવત જોવા મળ્યો હતો. મોદી સુનામી ચાલી હોય તેમ લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી ૩૦૩ બેઠકોની સ્પષ્ટ બહુમતી સાથે મોદી સરકારે કેન્દ્રમાં બીજી વખત સત્તાન સુત્રો હસ્તગત કર્યા હતા. પરંતુ ૨૦૧૪ બાદ દેશભરમાં ભાજપનો વધેલા દબદબા બાદ ભાજપથી ડરી ગયેલા વિપક્ષોએ સંગઠ્ઠીત થઈને પ્રતિકાર કરવાના પ્રયાસો તેજ કર્યા હતા. ભાજપના ડરથી વિરોધી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો છૂત-અછૂતને બાજુએ મૂકીને ગઠ્ઠબંધન કરીને ભાજપને મહાત આપવા લાગ્યા હતા તાજેતરમાં મહારાષ્ટ્રમાં બનેલી મહારાષ્ટ્ર વિકાસ અધારી ગઠ્ઠબંધનની ઉધ્ધવ સરકાર તેનું જીવંત દ્રષ્ટાંત છે.

દેશમાં વધેલા ભાજપના પ્રભાવ સામે વિપક્ષો સંગઠ્ઠીત થઈ રહ્યા હોય ઉપરાંત પ્રજાની અપેક્ષાઓ સમજયા વગર ભાજપના શાસક આડેધડ નિર્ણયો લઈ રહ્યા છે. દેશના રાજકીય વાતાવરણમાં પલ્ટો આવી રહ્યો અને બદલાયેલા સમયની માંગને સંતોષવામાં ભાજપના સત્તાધીશો નિષ્ફળ રહ્યાનું રાજકીય પંડીતોનું માનવું છે. જેથી દેશમાં ભાજપના શાસન વિસ્તારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છહે. આગામી દિવસોમાં ભાજપ પોતાની સ્ટ્રેટજી બદલાશે નહી અને રાજકારણની આગામી સ્થિતિને પારખીને બદલાવ નહી લાવે તો જેટલી ઝડપથી આ પાર્ટીનો દબદબો દેશભરમાં છવાયો તેટલી જ ઝડપથી આ પાર્ટી સમેટાય જશે તેવું રાજકીય પંડીતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.