Abtak Media Google News

શિક્ષિત સગર્ભાને આશા વર્કરે કહ્યું કે પોશ વિસ્તારની મહિલાઓને સરકારી યોજનાનો લાભ ન મળે !!

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નાના ભુલકાથી નવજાતી શીશુ, સગર્ભા માતા, ધાત્રી માતા અને કીશોરીઓની આરોગ્યની વિશેષ દેખભાળ માટે તકેદારી લેવામાં આવે તેવી યોજનાઓ કાર્યાન્વીત કરવામાં આવી છે. આ યોજના દ્વારા છેવાડાનાં વંચીત પરીવારની કીશોરી, ધાત્રી માતા, સગર્ભા માતા અને ભુલકાઓને પોષણયુક્ત આહાર પણ પહોંચતો કરવામાં આવે છે. એવુ આપણે સાંભળીએ છીએ અને પ્રોગ્રામ ઓફીસર દ્વારા સરકારમાં રજુ થતાં આંકડાઓ દર્શાવે છે. પણ ભુમિ પરની વાસ્તવીકતા કઇંક જુદી જ છે. આ બાબતનો પ્રત્યક્ષ અનુભવ જૂનાગઢનાં રણછોડનગરમાં રહેતા બીનાબેન રતીભાઇ રીબડીયાને થવા પામ્યો છે.

સગર્ભા માતા તરીકે તેણીએ મમતા કાર્ડ કઢાવવા અને સગર્ભા માતાને મળવાપાત્ર સરકારી યોજનાઓ જેવી કે ઇન્દીરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના અંગે જાણકારી અને મળવાપાત્ર લાભો વીશે સ્થાનિક નજીકનાં આંગણવાડી કેન્દ્રનો સંપર્ક સાધ્યો તો આંગણવાડી કેન્દ્રથી જ આ બહેનને કોઇ લાભ આપવાની વાત તો એક બાજુ રહી, આપનો રણછોડનગર વિસ્તાર અમારામાં નથી તમે ફલાણી આંગણવાડીનો સંપર્ક સાધો તેમ જણાવતા બીનાબેને સુચવેલ આંગણવાડીનો સંપર્ક સાધ્યો તે તેમણે આગળની આંગણવાડીની વાત પુન: દોહરાવી કહ્યુ કે, આ વિસ્તાર અમારામા નથી આવતો અમે તમને લાભ આપી નહી શકીએ.

બીનાબેને સંકલીત બાળ વિકાસ યોજના અધિકારી ગીતાબેન વણપરીયાને ટેલીફોનીક વાત કરતા અધિકારીએ વાતને જોવરાવી લઇ છુ, કહી પુર્ણ વિકામ મુક્યુ હતુ. સ્થાનિક સેજાનાં સુપરવાઈઝર તો જાણે કોઇ ઉપકાર કરતા હોય તેવી અહંમભરી ઓઝસ જોવા મળી હતી. જો શહેરનાં ભદ્ર સમા વિસ્તારનાં શિક્ષીત પરીવારની સગર્ભા માતા સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવામાં આ તંત્રનાં પેધી ગયેલા કર્મચારી, અધિકારી આવુ કરતા હોય તો છેવાડાનાં વિસ્તાર સુધી તો સરકારી યોજનાનાં લાભો ક્યાંથી પહોંચતા હોય એ પ્રશ્ન સહેજે થયા વિના રહે નહી.

ઝાંઝરડા રોડ નજીકની રણછોડનગર સોસાયટીની આરોગ્ય લક્ષી સવલતો માટે સગર્ભા માતાએ ટીંબાવાડી હેલ્થ કેન્દ્રનો સંપર્ક સાધવા આશાવર્કર બહેને જણાવ્યુ હતુ. તો આંગણવાડી દ્વારા પુરક પોષણ આહાર તો માત્ર ગરીબ સગર્ભા માતાઓને આપવાનો હોય…..  રણછોડનગર અને શ્રીનાથનગર જેવા વિસ્તાર તો આ યોજનામાં આવતા જ નથી… આવી વાહીયાત વાતો કરનાર આંગણવાડી વર્કરને સરકારી યોજનાઓ કોના માટે છે ? તેની શું જાણકારી નહીં આપી હોય….

અહીં જ રહેતા સોનલબેન સાવલીયાની દીકરી ૧૪ વર્ષિય મીરલબેનને કીશોરી યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર છે પણ આ જ કેન્દ્રો અને સુપરવાઈઝરની મનમાનીને કારણે તેણીને પણ લાભ મળતો નથી…. બસ આ ઘોર ભ્રષ્ટ વ્યવસ્થાની જડને સુચારૂ બનાવવા મહિલા અને બાળ કલ્યાણ વિભાગનાં નિયામક અશોકભાઇ શર્મા કોઇ કઠોર પગલા ભરી પેધી ગયેલી સુપરવમાઈઝર, સીડીપીઓ અને મનમાની કરતી આંગણવાડીની સંચાલીકા વિરૂધ્ધ કાર્યવાહી કરશે અને મળવાપાત્ર લાભ પહોંચતા કરવા કાર્યવાહી હાથ ધરશે એ વેધક વાત બીનાબેને કરી એક આશાની મીટ માંડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.