જુનાગઢ પંથકમાં માસ્ક પહેર્યા વગરના ૬૫ શખ્સો પાસેથી દંડ વસુલતી પોલીસ

પ્રવાસીઓ પાસેથી એક હજાર લેખે રૂ.૬૫ હજારનો દંડ વસુલી કાર્યવાહી કરાઈ

જૂનાગઢના ભવનાથ, ભેસાણ અને વિસાવદર સહિતના વિસ્તારોમાંથી ૬૫ જેટલા પ્રવાસીઓને માસક ન પહેરવા બદલ દંડ કરી પોલીસે રૂપિયા ૬૫ હજારનો દંડ વસૂલ્યો હતો.

જુનાગઢ ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ડી.આઈ.જી. મનીનદર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જિલ્લામાં કોરોના ગાઈડ લાઈન અને કાયદાનું પાલન કરાવવા પોલીસ દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે તહેવારો ને લઈને જુનાગઢ તેમજ આજુબાજુના હરવા-ફરવાના સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા અને કોરોના ગાઈડ લાઇનનું પાલન ન કરતાં આવા ૬૫ પ્રવાસીઓને દંડ કરી રૂપિયા એક હજાર લેખે રૂ. ૬૫ હજારનો દંડ વસૂલાયો હતો.

ડીવાયએસપી જાડેજાના વધુમાં જણાવ્યા અનુસાર દિવાળી તહેવારો દરમિયાન  ભવનાથમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા ભવનાથ પીએસઆઇ એમ કે વાજા, ટ્રાફિક પીએસઆઇ એબી દેસાઈ અને સ્ટાફે પ્રવાસીઓમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા માઇક દ્વારા સતત જાણ કરવામાં આવી હતી અને હાલમાં માસ્ક એક વેક્સિન છે, તમે માસ્ક પહેરો અને બીજાને પહેરાવો તેમ લોકોને સમજાવવામાં આવ્યા હતા.

Loading...