Abtak Media Google News

પૂર્વ શહેર ભાજપ પ્રમુખને કોર્પોરેટર કોરડીયાનો કમિશ્નરને પત્ર

 ‘ભંગાર’માં સમાવેલ વસ્તુ ખરેખર ભંગાર છે ખરો ?

અન્ય તંત્ર મહાપાલિકાની જેમ વ્યવસ્થા ગોઠવે

મહાનગરપાલિકા દ્વારા ભંગાર માલ-સામાનનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે તેમાં અગાઉની જેમ ચોક્કસ ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો કીમિયો અધિકારીઓ દ્વારા થાય તેમ હોય તેવી શંકા અને આક્ષેપ સાથે પૂર્વ શહેર ભાજપ  પ્રમુખ અને મનપા કોર્પોરેટર સંજય કોટડીયાએ કમિશનરને એક પત્ર પાઠવી અન્ય મહાનગરપાલિકાઓની પદ્ધતિઓને અનુસરી ત્યાર બાદ જ રિંગ કરી પ્રજાજનોને સાથે રાખી રીટેન્ડર બહાર પાડવામાં આવે તેવી માંગ કરતા ભ્રષ્ટાચારી અધિકારીઓમાં હલચલ મચી જવા પામી છે.

તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ ટેન્ડર માં સ્ક્રેપ ગણવામાં આવેલ ભંગાર માલ સામાનનું નીતિ નિયમોનુસાર સમાવેશ કરેલી સામગ્રી ખરેખર ભંગાર છે કે કેમ ? તેના અભ્યાસ વગર તૈયાર કરી બહાર પાડવામાં આવેલ હોવાનુ  અને અગાઉ પણ ભંગારના ટેન્ડરમાં ગેરરીતિ થયેલ હતી તે રીતે જ ભ્રષ્ટાચાર માટે અમુક અધિકારીઓની નજર હોય તેવા આક્ષેપ સાથે શંકા દર્શાવી મનપાના ભાજપના જ પૂર્વ શહેર પ્રમુખ, અને મનપાના સ્થાયી સમિતિના ચેરમેન તથા કોર્પોરેટર કોરાદિયાએ કમિશનરને પત્ર પાઠવતા મહાનગરપાલિકામાં આ બાબતે અનેક કાન ફુસી થઈ રહી છે.

કોરડિયા એ મનપા કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવ્યુંં છે કે ભંગારનું ટેન્ડર બહાર પાડતા પહેલા જે સામાનનો ટેન્ડરમાં સમાવેશ કરવામાં આવે તેની ભંગાર હોવા અંગેની શક્યતા ચકાસી તે અંગેનું પંચ રોજકામ અને તેના બાદ તેના પર અધિકારીઓના સ્પષ્ટ અભિપ્રાય હોવા જોઈએ પરંતુ મહાનગરપાલિકા દ્વારા ઉભડક ભાણે ભંગારના માલ-સામાનનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે.       આ ટેન્ડરમાં અને ભંગારમાં કાઢેલ માલમાં અગાઉની જેમ ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો કીમિયો અધિકારીઓ દ્વારા થાય તેવી શકયતા છે આ અન્ય મહાનગરપાલિકાઓની પદ્ધતિઓને અનુસરી, ત્યારબાદ રિં ટેન્ડર કરી, પ્રજાજનોને સાથે રાખી બહાર પાડવામાં આવે તેવી કમિશનરને રજૂઆત કરી છે.

જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ કારોબારી ચેરમેન તથા હાલના કોર્પોરેટર કોરડીયા એ પ્રજા હિત માટે ફરી એક વખત બાંયો ચઢાવતા ભાજપમાં પણ ઝણ ઝણાતી વ્યાપી જવા પામી છે, બીજી બાજુ ભંગારમાંથી પણ મલાઈ ખાવા નીકળેલા મોટા પેટવાળા અમુક અધિકારીઓ, કર્મીઓમાં આ અરજીથી હલચલ મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.