Abtak Media Google News

મેઘરાજા મન મુકીને વરસતા જગ તાતે આભ સામે મીટ માંડી

જુનાગઢ તેમજ સોરઠ પંથકમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક પોણા ઈંચ જેવી મેઘ-મહેર નોંધાઈ છે. ગઈકાલે ધાબડીયા વાતાવરણ વચ્ચે છુટો છવાયો વરસાદ થયો હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. જુનાગઢ તેમજ સોરઠ પંથક પર મેઘરાજા મન મુકીને ન વરસતા ધરતીનો તાત આભ સામે મીટ માંડીને બેઠેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે સમગ્ર પંથકમાં કયાંય વાદળીયુ વાતાવરણ કયાંક ગોરંભાયેલું આકારા સાથે છુટા છવાયા હળવા ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા છે.

આ અંગે મળતી વિગતો મુજબ જુનાગઢ તેમજ સોરઠ પંથકમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વાદળીયા વાતાવરણ વચ્ચે હળવા ભારે ઝાપટા જોવા મળ્યા છે. જેમાં જુનાગઢ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ૫ મીમી, મેંદરડામાં ૧, વિસાવદરમાં નીલ, ભેંસાણમાં ૫, માંગરોળમાં ૭, માણાવદરમાં ૩, સૌથી વધારે માળીયામાં ૧૭, વંથલીમાં ૧૫ અને કેશોદમાં ૧ મીલી મીટર જેવો વરસાદ નોંધાવા પામ્યો છે. આની સાથે જુનાગઢ તેમજ સોરઠ પંથકમાં સીઝનનો કુલ વરસાદ જુનાગઢ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ૧૧ ઈંચ, મેંદરડામાં, પોણા સાત ઈંચ, વિસાવદરમાં ૭ ઈંચ, ભેંસાણમાં ૪ ઈંચ, માંગરોળમાં ૭ ઈંચથી વધારે માણાવદરમાં ૧૦ ઈંચ જેવો, માળીયામાં ૯ ઈંચ જયારે સૌથી વધારે વંથલીમાં સાડા બાર ઈંચથી વધારે તેમજ કેશોદમાં ૬ ઈંચ જેવો સીઝનનો કુલ વરસાદ નોંધાવા પામ્યો છે. મેઘરાજાના પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડમાં આશાવાદી ધરતીનો તાત આતી સામે મીટ માંડીને નિરાશ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.