Abtak Media Google News

બે દર્દીઓને રજા આપ્યાની વાત સૌ પ્રથમ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ, સત્તાવાર જાહેરાત કરવામાં અધિકારીઓનો વિલંબ

અત્યાર સુધી મુક્ત રહેલા વિસ્તારોમાં કોરોના આવી પહોંચતા તંત્ર દોડતુ થયું : ૨૬૦૦  લોકોની આરોગ્ય તપાસણી : મધુરમમાં ૧૧૮ બ્લોકનો એરિયા ક્ધટેઇનમેન્ટ

જૂનાગઢ મહાનગરમાં સર્વપ્રથમ કોરોના પોઝિટિવ કેસ સાથે ૨૪ કલાકમાં બીજો કેસ માંગરોળમાં પોઝીટીવ આવતા  આવતા હાલમાં જૂનાગઢમાં કોરોના પોઝિટિવનો આંક ૪ ઉપર પહોંચ્યો છે, જો કે, તેમાંથી ભેસાણ ના બે પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થઈ જતાં હોસ્પિટલ માથી રજા આપી દેવામાં આવી છે.

જૂનાગઢમાં રવિવારે રાત્રે એક ૨૪ વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવ્યો છે તે વિસ્તારને ક્ધટેઈનમેન્ટ અને આસપાસના વિસ્તારને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે, તથા આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

જૂનાગઢના મધુરમ વિસ્તારમાં ગત પાંચ મે ના રોજા મુંબઈથી એક દંપતી જુનાગઢ આવ્યું હતું અને તેમને હોમ કોરિંતાઈન રાખવામાં આવ્યા હતા, પરંતુ ગત તારીખ ૮ ના રોજ તેમને તાવ આવ્યો હતો ત્યારે આરોગ્ય વિભાગને જાણ કરતા, આરોગ્ય વિભાગે તેમના સેમ્પલ લઈ ભાવનગર ખાતે પુથકરણમાં મોકલ્યા હતા ત્યારે ગત રવિવારની રાત્રિના મુંબઈથી આવેલ ૨૪ વર્ષીય યુવાનના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા હતા.

તંત્રમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુંબઈ થી પાંચ મે ના રોજ આવેલા આ દંપતીને હોમ કેરોંતા ઈન કરાયેલ હતા અને પોઝિટિવ આવેલા યુવાને પોતાની હિસ્ટ્રીમા ઘરની બહાર ન નીકળીયો હોવાનું જણાવ્યું છે, ત્યારે તંત્ર એ થોડી રાહતનો શ્વાસ લીધો છે.

દરમિયાન આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાંથી ગત તા. ૯ મી મે ના રોજ એક બસ દ્વારા ૨૩ લોકો આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાંથી માંગરોળ આવ્યા હતા. અને તમામને માંગરોળ મદરસામાં ફેસિલિટી કોરોનતાઇન્ માં રાખવામાં આવ્યા હતા જે પૈકી ૨ વ્યક્તિઓનું બોડી ટેમ્પ્રેચર વધારે આવ્યા હતા ત્યારે તેના સેમ્પલ લેવામાં આવ્યા અને ભાવનગર ખાતે પરીક્ષણમાં મોકલવામાં આવેલ હતા, તેમાંથી આજે એક ૨૩ વર્ષીય યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આવ્યો છે, અને આ કોરોના ગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે.

માંગરોળના  શેરીયાખાણ ગામનો કોરોનો પોઝીટીવ આવેલ યુવક આંધ્ર પ્રદેશ ખાતે એક ધાર્મિક યાત્રાએ ગયેલ હોય ત્યાંથીી આવ્યા બાદ માંગરોળ શહેરથી થોડે દુર આવેલ એક સ્થળે  કોરોન્ટાઇન મા રાખવામા આવતા કોરોના ગ્રસ્ત  યુવક સ્થાનીક કે શહેરના કોઈ વ્યક્તિ સાથે સંપર્કમા ના આવ્યો હોવાનુ હાલ જાણવા મળતા તંત્ર માટે એ રાહતની બાબતો બની છે.

તો જૂનાગઢમાં ગઈકાલે  કોરોનાના બે પોઝિટિવ રિપોર્ટ આવ્યા ના ગંભીર સમાચારો સામે એક સારા સમાચાર એ પણ પ્રાપ્ત થયા છે કે, કોરોના પોઝીટીવ બનેલા ભેસાણના તબીબ અને તેમના સહકર્મીને ગઈકાલે  જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ અંગે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ ચૌધરીના જણાવ્યા અનુસાર કોરોના પોઝીટીવ બનેલા ભેસાણના તબીબ તથા તેના સહકર્મીને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમના ગઈકાલે નેગેટિવ રિપોર્ટ આવતા ગઈકાલે બપોરના બંનેને રજા આપવામાં આવેલ હતી.

ગઈકાલે ભેસાણના કોરોના ગ્રસ્ત ડો. વેકરીયા અને તેમના સહકર્મી ના રિપોર્ટ અંગેની વિગતો સત્તાવાર રીતે જાહેર થાય તે પહેલાં સોશિયલ મીડિયા પર ફરવા લાગી હતી અને બંને દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યાની સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં સોશિયલ મીડિયા પર આ સમાચાર વહેતા થઇ ગયા હતા. જોકે, સતાવાર સમાચાર આજ સાંજ સુધી જાહેર કરવામાં વિલંબ થવા પામતો હતા. અલબત્ત વહીવટીતંત્ર અને સરકારી ધોરણે સમાચારોની જાહેરાત અને વિગતો સાર્વજનિક કરવા માટે નીતિ નિયમ અને માપદંડ અને પરિમાણોની મર્યાદાનું પાલન કરવાનું હોય છે, ત્યારે તંત્રની ગુપ્ત અને વિશ્વસનીયતા સામે સવાલ ઉભા થાય તે રીતે તંત્રે જાહેર કર્યા તે પહેલા જ ભેસાણ ના બંને કોરોના ગ્રસ્ત દર્દીઓના રિપોર્ટ તો સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ હતી.

આ અંગે જૂનાગઢ જિલ્લા વહીવટી અધિકારીઓએ ગંભીર નોંધ લઇને આ સમાચારની સત્તાવાર જાહેરાત થઇ તે પહેલા સોશિયલ મીડિયા પર કોણે ફરતા કર્યા તેના સોર્સની વિગતો મેળવવા પ્રયત્નો કર્યા હશે, પરંતુ જૂનાગઢ કલેકટર દ્વારા અગાઉ કોરોના કટોકટી દરમિયાન સોશિયલ  મીડિયાના પ્લેટફોર્મ મારફતે કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની ખોટી બેબુનિયાદ અને લોકોને ગેરમાર્ગે દોરનારી વિગતો જાહેર કરે તો તેની વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે, ત્યારે સોશિયલ મીડિયા પર હું પહેલાની હોડમાં તંત્રની ગુપ્ત અને  વિગતો જાહેર કરનારા તત્વો સામે આગામી દિવસોમાં આકરી કાર્યવાહી શરૂ થાય તે જરૂરી મનાઇ રહ્યું છે.

જો કે, તંત્ર દ્વારા પણ લોક ઉપયોગી અને તંત્ર દ્વારા આરોગ્યલક્ષી કરાયેલ સારી કામગીરી અંગે પણ ક્યાંક ને ક્યાંક મીડિયાને વિગતો આપવામાં આળસ થઇ રહી છે. આજે જ સવારે ૧૧ વાગ્યે ભેસાણ ના  કોરોના ગ્રસ્ત તબીબ અને અન્ય દર્દીને હોસ્પિટલ માથી સાજા કરી રજા અપાય હતી તે તંત્ર દ્વારા રાતના ૭ સુધી સતાવાર રીતે જાહેરાત કરાઈ ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.