Abtak Media Google News

શાહ હોમ કેર પ્રોડક્ટ નામની કંપની ખોલી અન્ય લોકોને રોકાણ કરાવી શખ્સ ફંડ લઇને નાસી છુટ્યો’તો

જૂનાગઢમાં શાહ હોમ કેર પ્રોડક્ટ નામની કંપની ખોલી લગભગ પાંચેક જેટલા લોકોને રૂપિયા ૨૧ લાખ જેટલી રકમનું રોકાણ કરાવી, બાદમાં ફુલેકું ફેરવી નાસી જનાર જૂનાગઢના શખ્શને અંતે વડોદરાં માંથી પોલીસે પકડી પાડયો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ફેબ્રુઆરી ૨૦૧૯ માસમાં જૂનાગઢ શહેરના સરદાર પરા, મેરી ગોલ્ડ કોમ્પલેક્ષમાં આવેલ શાહ હોમ કેર પ્રોડકશ નામની દુકાન ખોલી, આરોપી યતીષભાઇ વિરેન્દ્રભાઇ શાહ દ્વારા ફરિયાદી ઘનશ્યામભાઇ ચંન્દ્રકાંતભાઇ કકકડ તથા અન્ય ચાર સાહેદોને તેની જેનમ હોમ કેર પ્રોડકટશ નામની કંપનીમાં ઇન્વેસ્ટ કરવાથી દર માસે ૪ %  પ્રોફીટ મળશે અને ૬ માસ બાદ ઇનવેસ્ટ કરેલ બધી રકમ પાછી મળી જાશે તેમ લાલચ આપી વિશ્વાસમાં લઇ અને ફરીયાદીને કટકે કટકે કુલ રૂ. ૧૨,૭૧,૦૦૦ જમા કરાવેલ, જે પરત આપેલ નહી કે તેનું પ્રોફીટ ચુકવેલ નહી. કુલ ૫ સાહેદોએ  કુલ રૂ. ૨૧,૭૧,૦૦૦ જેટલી રકમ જમા કરાવેલ, જેને પ્રોફીટ કે  રકમ પણ પાછી નહી આપી કુલ રૂ. ૨૧,૭૧,૦૦૦ નું ફુલેકું ફેરવી, આરોપી યતીષભાઇ વિરેન્દ્રભાઇ શાહ ભાગી જતાં તેની યિતિશ સામે છેતરપીંડી વિશ્વાસધાતની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ થવા પામી હતી.

દરમિયાન ફરિયાદના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે.પરમાર સહિતની ટીમને ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના હે.કો. કમલેશભાઈ મારફતે મળેલ માહિતી આધારે વડોદરા શહેરના ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એ.બી.જાડેજા તથા સ્ટાફની મદદથી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી યતીષભાઇ વિરેન્દ્રભાઇ શાહને વડોદરા વરણામાં વિસ્તારમાથી રાઉન્ડ અપ કરી, પકડી પાડવામાં આવેલ હતો. અને હાલમાં આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી, આરોપીને અટક કરવાની કાર્યવાહી બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.