જૂનાગઢમાં વધુ ૩૭ લોકો પોઝીટીવ, એકનું મોત

જુનાગઢ જિલ્લામાં કોરોના એ વધુ એક નો ભોગ લીધો છે તો છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૭ લોકોને સંક્રમિત કર્યા છે, જેમાં માણાવદરના સી.એચ.સી. ના એક આરોગ્ય કર્મીઓ સમાવેશ થાય છે. બીજી બાજુ જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં સંક્રમણ વધતા ગઇકાલના ૩૭ મળી અત્યાર સુધીના પોઝિટિવ જાહેર થયેલ દર્દીઓની સંખ્યા ૯૬૩ પર પહોંચી છે.  દરમિયાન  જૂનાગઢના જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચેતન મહેતા દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ ગઇકાલે જૂનાગઢ જિલ્લામાં ૩૭ પોઝિટિવ કેસ સામે આવેલ છે જેમાં જૂનાગઢ શહેરના ૧૬ લોકો કોરોના ગ્રસ્ત થયા હોવાનુ જાણવા મળેલ છે, આ સિવાય જૂનાગઢ ગ્રામ્યમાં ૬, કેશોદના ૫, માંગરોળના ૧ અને વંથલીના ૨, માળિયા હાટીના ના ૧, માણાવદરના ૧, મેંદરડા ના ૧ અને વિસાવદર ના ૧ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવેલ છે.

Loading...