Abtak Media Google News

એગ્રી લોસ સિસ્ટમમાં પ્રોબલેમ શ‚ થતાં ખેડુતો નારાજ

ઝાલાવાડમાં હાલ જગતના તાત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલો જોવા મળે છે. પાકવિમા પોષણક્ષમ ભાવ સૌની યોજના થકી સિંચાઈ માટે પાણી નથી મળતા તેમજ ખાતરના વજનમાં ગોલમાલ સહિત અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યો છે. સમસ્યાઓ ખેડુતોનો પીછો છોડતી ન હોય તેમ હાલ બેંકમાં પાક ધિરાણ મેળવવા તેમજ પાક ધિરાણ ભરપાઈ કરવા બેંકમાં જતા એગ્રી એલ.ઓ.એસ. સિસ્ટમમાં પ્રોબ્લેમ સર્જાતા ખેડુતોને ધરમનાં ધકકા ખાવા પડે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી બેંક ઓડીટનાં કારણે પાક ધિરાણનું કામકાજ ઠપ્પ હતું ત્યારબાદ ખેડુતો માટે હવે બેંકોમાં એગ્રી એલ.ઓ.એસ. સિસ્ટમમાં પ્રોબ્લેમ શ‚ થયો છે. આથી ઝાલાવાડમાં રહેતા પાકધિરાણ સમયે ખેડુતોને પાક ધિરાણ મેળવવા ધરમના ધકકા ખાવા પડે છે. આ અંગે મહેન્દ્રસિંહ સોલંકી, પટેલ અક્ષયભાઈ વગેરેએ જણાવ્યું કે, ગત વર્ષે અતિવૃષ્ટિ અને આ વર્ષે દુષ્કાળનાં કારણે મોટાભાગના ખેડુતો આર્થિક રીતે ભાંગી ગયા છે.

આવા સંજોગોમાં પણ બેંક દ્વારા મેળવેલ પાક ધિરાણ ભરપાઈ કરવા ઉછીના પાછીના કરીને તગડા વ્યાજે લાવીને કે વચેટિયાઓ પાસેથી નાણા લઈ બેંક ધિરાણ નવુ-જુનુ કરતા હોય છે. ૧૫ દિવસથી બેંક ઓડીટ હોવાથી બેંક ધિરાણ કાર્ય ઠપ્પ હતું. તા.૧૪નાં રોજ કામકાજ ચાલુ થતા એગ્રી એલ.ઓ.એસ. સિસ્ટમમાં પ્રોબલેમ ઉભા થતા પાક ધિરાણની કાર્યવાહી થતી ન હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી ભાડા ભરીને આવતા ખેડુતોને ધરમનો ધકકો થતા સમય અને નાણાનો ખોટો ખર્ચ થતા વધુ આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.