Abtak Media Google News

બેઠક કબજે કરીને પ્રતિષ્ઠા જાળવી રાખવામાટે એડીચોટીનું જોર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રીસ્મૃતિ ઇરાની અને સાંસદ પરેશ રાવલ સહિતનાં ૩૫ કદાવર નેતાઓ બેઠક વિસ્તારને ધમ રોળશે

જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી કબજેકરીને પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે ભાજપ દ્વારા પ્રચાર-પ્રસારમાં એડીચોટીનું જોરલગાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત ભાજપ દ્વારા પ્રચાર માટે આગામી દિવસોમાંકેન્દ્રીય મંત્રીઓ, ફિલ્મી કલાકારો અને નેતાઓની ફોજને ઉતારવામાં આવનાર છે. જેમાં મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને સાંસદ પરેશ રાવલ સહિતના ૩૫ જેટલા કદાવરનેતાઓ સમગ્ર જસદણ વિધાનસભા બેઠકના વિસ્તારને ધમરોળીને પ્રચારની કામગીરી હાથ ધરશે.

જસદણ વિધાનસભા બેઠક પર ગત વર્ષેકોંગ્રેસ પક્ષમાંથી ચુંટણી લડેલા કુંવરજીભાઈ બાવળીયાનો વિજય થયો હતો. બાદમાં તેઓ એ કોંગ્રેસ માંથી રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. પ્રવેશ સાથે જ ભાજપદ્વારા કુંવરજીભાઈ બાવળીયાને કેબિનેટ મંત્રીનું પદ પણ આપી દેવામાં આવ્યું હતું.કુંવરજીભાઈ બાવળીયાના રાજીનામાથી ખાલી પડેલી જસદણ વિધાનસભા બેઠક પર પેટા ચુંટણી યોજવાની તથા જેતરમાં જાહેરાત થઈ હતી.

આગામી ૨૦મીએ આ પેટાચુંટણીમાં મતદાન પ્રક્રિયાહાથ ધરવામાં આવનાર છે. કોંગ્રેસ પક્ષમાંથી અવસરભાઈ નાકીયા, ભાજપમાંથી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ૬ જેટલા અન્ય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. કુલ ૮ ઉમેદવારો વચ્ચેના આ જંગમાં ફતેહ હાંસલ કરવા માટે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આ પેટા ચુંટણીનું પરીણામ આગામી લોકસભાનીરાજકોટની બેઠકને પણ અસર કરતા હોય જેથી આ પેટાચુંટણીનો જંગ ભારે મહત્વનો બન્યો છે.

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારાહાલ જસદણ વિધાનસભા બેઠકના વિસ્તારમાં પ્રચાર-પ્રસારનો ધમધમાટ ચાલી રહ્યો છેતેવામાં ભાજપ દ્વારા આગામી દિવસોમાં કેન્દ્રીયમંત્રી, ફિલ્મી કલાકારો અને નેતાઓ સહિતના ૩૫ જેટલા અગ્રણીઓની ફોજ ઉતારવામાં આવનાર છે.આ તમામ સમગ્ર જસદણ વિસ્તારને ધમરોળીને ભાજપનો પ્રચાર-પ્રસાર કરશે. પેટાચુંટણીના આજંગમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ ‚પાલા, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ પ્રવકતા આઈ.કે.જાડેજા, રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી ગોરધનભાઈ ઝડફીયા, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહચુડાસમા, કૃષિમંત્રી આર.સી.ફળદુ,કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદ શંભુનાથ ટુંડીયા,ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, કેબિનેટ મંત્રીજયેશભાઈ રાદડિયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રવકતા ભરતભાઈ પંડયા,પૂર્વમંત્રી રમણભાઈ વોરા, પૂર્વમંત્રી શંકરભાઈચૌધરી, બાબુભાઈ જેબલીયા, પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સાંસદ ભારતીબેન શિયાળ, સાંસદ દેવજીભાઈ ફતેપરા,સાંસદ પરેશભાઈ રાવલ, સાંસદ નારાયણભાઈ કાછડીયા, મંત્રી વાસણભાઈ આહિર,મંત્રી વિભાવરીબેન દવે, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, આર.સી.પટેલ, મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ગુજરાતી કલાકાર નરેશકનોડીયા, ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઈ બોઘરા અને પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ મળીને કુલ૩૫ જેટલા નેતાઓ પ્રચાર-પ્રસારની કામગીરી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.