Abtak Media Google News

શહેરમા જંગલેશ્ર્વર વિસ્તારમા કોરોના વાયરસના પોઝીટીવ દર્દી વધુ મળી આવતા હોય જયા સરકાર દ્વારા રેડ ઝોન જાહેર કરી હલા કફીયુ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે કરફુયુના બીજા દીવસે પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના મહત્વના પોઇન્ટોની વિઝીટ લઇ ફરજ પર અધિકારીઓ તથા કર્મચારીઓને જ‚રી સુચનાઓ કરવામાં આવી હતી. જંગલેશ્ર્વર વિસ્તાર કે જયા વધુ કોરોના વાયરસના પોઝીટીવ દર્દીઓ મળી આવેલ હોય જેથી રેડ ઝોન જાહેર કરી હાલ ત્યા કર્ફીયુ જાહેર થયેલ છે જે જંગલેશ્ર્વર વિસ્તારમા પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા ચેપગ્રસ્ત વિસ્તારમાં અ:દરની શેરીઓમા સોશીયલ ડીસ્ટન્સ જાળવી ફૂટ પેટ્રોલીંગ ફરી ત્યા બંદોબસ્તમાં રહેલ કર્મચારીઓને સૂચનો કરેલ બાદ ફરજમા રહેલ ઉચ્ચ અધિકારીઓ સાથે જંગલેશ્ર્વર ખાતે જ સોશીયલ ડીસ્ટન્સનુ પાલન કરી મીટીંગ યોજવામાં આવેલ જેમાં લોકડાઉન તથા કફીયુનુ ચુસ્તપણે પાલન થાય તેમજ જંગલેશ્ર્વરમા રહેતા લોકોને તેમની જીવન જ‚રીયાત ચીજવસ્તુઓ સહેલાયથી મળી રહે તે માટે વહીવટી તંત્ર સાથે સંકલન સાધી યોગ્ય બંદોબસ્ત જાળવવા સુચનાઓ કરવામાં આવેલ તેમજ બંદોબસ્તમા રહેલ અધિકાર તથા કર્મચારીઓને પણ પોતાનો બંદોબસ્ત પૂર્ણ થયે ઘરે જતા પહેલા જંગલેશ્ર્વર ખાતે જ રાખવામાં આવેલ સેનેટાઇઝર વાહનમા સેનેટાઇઝ થઇ બાદ જ ઘરે જવુ અને સંપૂર્ણ કાળજી રાખી પોતાની ફરજ બજાવતા સુચના કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.