Abtak Media Google News

વ્યસ્ત સમયમાં પણ, નાણા લઈ જનારો શખ્સ સફળતા પૂર્વક ભાગી ગયો

જામનગરમાં લૂંટ ધાડ-ચોરીઓ ચીલઝડપના ગુનાઓ નોંધાતા રહે છે. વધુ એક ગુનો નોંધાયો છે. બેંકમાંથી એક શખ્સ રૂ. સવા છ લાખ લઈ સફળ રીતે ભાગી ગયો.

શહેરનાં ત્રણ બતી વિસ્તારથી સુપર માર્કેટ તરફ જતા અનુપમ જૂની ટોકીઝની સામેની લાઈનમાં ડાબી બાજુ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની બેડી ગેઈટ બ્રાંચ રિજિયન શાખા તરીકે કાર્યરત છે. આ શાખામાં શુક્રવારે બપોરે, બેંકીંગના વ્યસ્ત સમયે ૧૨.૩૦ કલાક આદસપાસ એક શક્સ કેશિયરનાં ટેબલ પરથી રૂ..૬ લાખ ૨૦ હજારની ચલણી નોટો ઉપાડી જઈ, આટલી ચહલપહલ વચ્ચે સફળતા પૂર્વક નાસી જતા બાદમાં આ શાખામાં દેકારો અને દોડાદોડી થઈ પડી આ ઘટનાની જાણ થતા એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

જાણવા મળતી વિગત મુજબ કોઈ ગ્રાહકે આ રકમ બેંકમાં જમા કરાવ્યા પછી કેશિયરે ટેબલના ખાના પર જ આ રકમ રાખી મૂકી હતી. નાણા ઉપાડી જનાર શખ્સે ટેનામાંથી નોટો સેરવી લીધી, પ્લાસ્ટીકની થષલીમાં નાખેલી બાદમાં આબાદ રીતે બેંકની બહાર પણ નીકળી ગયો ત્યાં સુધી બધા જ અજાણ રહ્યા ! ઘટના સ્થળે એલસીબી તથશ એસઓજીનો કાફલો પણ બાદમાં પહોચી ગયો હતો. એસપી પ્રદીપ શેજુળની સૂચના પ્રમાણે એલસીબી સહિતની શાખાઓનાં અધિકારીઓ વગેરેએ સીસીટીવીનું નિરીક્ષણ કર્યું. રેકોર્ડીંગ નિહાળ્યું ઉપરાંત બ્રાંચ મેનેજર સહિતના અધિકારીઓ કર્મચારીઓ સાથે વાતચીત તથા પૂછપરછ તેમજ સંબંધીત કેશિયરનું નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી તથા વિવિધ સોર્સિસ દ્વારા આ ઉઠાવગીરનું પગે‚ દબાવવા ચક્રોગતિમાન કર્યા હતા. આ ઉઠાવગીરનો ફોટો હિલચાલ સીસીટીવીમાં હોય, તેની મદદથી આ ગઠીયા સુધી પહોચવાના પ્રયત્નો ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.