Abtak Media Google News

જિલ્લા પોલીસ વડા શરદ સિંધલ અને સિટી ડીવાય.એસ.પી. એ.પી.જાડેજાએ વેપારી મહામંડળના પ્રમુખ સાથે બેઠક યોજી ગેરસમજ દૂર કરી તપાસની ખાતરી આપી

જામનગરના બર્ધન ચોકમાં પોલીસે ટ્રાફિકને અડચણરૂપ વાહનો ટોઈંગ કરતા પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થતાં વેપારીઓએ દુકાનો ટપોટપ બંધ કરી દરબારગઢ પોલીસ ચોકી ખાતે ઉગ્ર રજૂઆત કરવા દોડી ગયા હતા અને પોલીસે લાઠીચાર્જ કરી ટોળાને વિખેરવાની ઘટના અંગે જિલ્લા પોલીસવડા શરદ સિંધલ અને સિટી ડીવાય.એસ.પી. એ.પી.જાડેજાએ વેપારી મંડળના હોદ્દેદારો સાથે બેઠક યોજી વેપારીઓને થયેલી ગેરસમજ દૂર કરી યોગ્ય તપાસની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડયો છે.Img 20190314 Wa0004

 

જામનગરના બર્ધન ચોક ખાતે પોલીસ સ્ટાફ ખુદ પેટ્રોલીંગ કરી ટ્રાફિકને અડચણરૂપ વાહનો ટોઈંગ કરી રહ્યાં હતા તે સમયે એક વેપારીનું પેમેન્ટ કરવા આવેલા વેપારીનું વાહન ટ્રાફિકને અડચણરૂપ હોવાથી પોલીસે ટોઈંગ કરતા વેપારીઓ રજૂઆત માટે નજીકમાં જ આવેલા દરબારગઢ પોલીસ ચોકી ખાતે રજૂઆત કરવા દોડી ગયા હતા. વેપારીઓનું ટોળુ જોઈ પીએસઆઈ ગરચર વેપારીઓને ધમકાવવાનું અને માત્ર ૭ સેકેન્ડમાં જ પોલીસ ચોકી ખાતેથી જતા રહેવાનો આદેશ કરી વેપારીઓ પર લાકડીથી તૂટી પડયાનો વેપારીઓએ આક્ષેપ કરી દુકાનો બંધ કરી રોષ વ્યકત કર્યો હતો.Img 20190314 Wa0013

બર્ધન ચોક અને દરબારગઢ પોલીસ ચોકી ખાતે પોલીસ અને વેપારી વચ્ચે ઘર્ષણ થયાની ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા શરદ સિંધલ અને સિટી ડીવાય.એસ.પી. એ.પી.જાડેજા દોડી ગયા હતા. સમગ્ર મામલો સંભાળી વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના, કોર્પોરેટર કેતન નાખવા સહિતના વેપારી અગ્રણીઓ સાથે બેઠક યોજી સમગ્ર ઘટના અંગેની વિગતો મેળવી હતી. વેપારીઓએ ૭૨ વર્ષના તારાચંદ મનસુખાણી નામના વેપારી પર પોલીસે લાઠીચાર્જ કરી માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.

જિલ્લા પોલીસવડા શરદ સિંધલ અને ડીવાય.એસ.પી. એ.પી.જાડેજાએ વેપારી તારાચંદ પર થયેલ લાઠીચાર્જની તપાસની ખાતરી આપી બે દિવસમાં જ તપાસનો રિપોર્ટ ડીવાય.એસ.પી. એ.પી.જાડેજા, જિલ્લા પોલીસવડાને કરશે ત્યારબાદ જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી તેમજ વેપારીઓની ગેરસમજ દૂર કરતા વેપારીઓએ બંધનું એલાન સમેટી લીધુ હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.