જામનગરમાં સામાજીક અંતર સહિતના નિયમોના પાલન માટે તંત્રે કરી લાલ આંખ

જામનગરમાં ગઈકાલે પોલીસે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરાવતા નવ વેપારી સામે કાનૂની કાર્યવાહી કરી હતી જ્યારે રિલાયન્સ સ્માર્ટ મોલમાં ગ્રાહકોની ભીડ જોવા મળતા પોલીસે તેના મેનેજર સામે ગુન્હો નોંધ્યો છે. માસ્ક પહેર્યા વગર કે કારણવગર આંટા મારતા બાર સામે તેમજ વધુ પડતા મુસાફર ભરી વાહન દોડાવતા બે ડ્રાયવર સામે પોલીસે દંડાત્મક પગલાં ભર્યા હતાં.

જામનગરમાં ગઈકાલે ૫ોલીસે જે સ્થળ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા તમામ સ્થળો પૈકીના કેટલાકસ્થળોએ ચેકીંગ હા ધર્યું હતું જેમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા રિલાયન્સ સ્માર્ટ મોલમાં સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે ચકાસણી કરી હતી. મોલમાં ગ્રાહકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ખરીદી કરતા જોવા મળ્યા હતાં. હે.કો. આર.ડી. વેગડે ખુદ ફરિયાદી બની મોલના મેનેજર જયેશ ખીમાભાઈ કરંગીયા સામે આઈપીસી તેમજ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને જીપી એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે જ્યારે જુના રેલવે સ્ટેશન પાસેથી હરદેવસિંહ ભગતસિંહ જાડેજા અને દિનેશ બચુભાઈ કલોતરા નામના બે આસામી સામે પણ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરાવવાનો ગુન્હો નોંધાયો છે.

શહેરના રણજીતસાગર રોડ પર આવેલા સુભાષ પાર્કમાં મહારાજ ઘુઘરા નામની રેકડી ચલાવતા અનિલ વિનુભાઈ બ્રાહ્મણ, બેડેશ્વર કાંટા પાસે ચાની લારી ચલાવતા સાજીદ અયુબ કટીયા, સમર્પણ સર્કલ પાસે અન્નપૂર્ણા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ચલાવતા રામદેભાઈ નુભાઈ આહિર, રડાર રોડ પર સોહમ હોટલ ચલાવતા મોહનભાઈ નાાભાઈ નકુમ, દેવરાજભાઈ રામભાઈ લગારીયા, સમર્પણ સર્કલ પાસે રોયલ ડીલક્ષ પાન નામની દુકાન ચલાવતા કુંભાભાઈ માલદેભાઈ આહિર સામે પણ ગ્રાહકોની ભીડ એકઠી કરી સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવા અંગે કાર્યવાહી કરાઈ છે.

શહેરના યાદવનગર વિસ્તારમાં ગાત્રાળ ખોળ ભંડાર નામની દુકાન ચલાવતા રાહુલ ગોવાભાઈ વરૃએ પણ ભીડ એકઠી કરી હતી જ્યારે ગોકુલનગર જકાતનાકા પાસેથી નિમેશ રામજીભાઈ ગોહેલ માસ્ક પહેર્યા વગર નીકળતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી જ્યારે ત્યાંથી જ બળદેવ સુભાષભાઈ આહિર લાલપુર બાયપાસ પાસેથી દિલીપ હરીભાઈ તાળા, લાલજીભાઈ ગોરધનભાઈ આહિર, નવલ માનસંગ ગોહિલ, જામજોધપુરમાંથી પ્રફુલ ભુરાભાઈ સોલંકી નામના વ્યક્તિઓ પણ માસ્ક વગર જોવા મળતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

કારણવગર આંટા મારતા કાલાવડના મકરાણી સણોસરા ગામમાંથી શક્તિસિંહ ખુમાનસિંહ જાડેજા, પ્રવિણ મગનભાઈ મકવાણા, વિક્રમભાઈ મનસુખભાઈ મકવાણા, નિકાવા ગામમાંથી અલ્તાફ અકબર પીંજારા તથા શેઠવડાળામાંથી મનસુખભાઈ નરસીભાઈ પટેલ અને બુટાવદરમાંથી રાજુ વસરામભાઈ દેવીપુજક શખ્સોને પોલીસે પકડી લીધા હતાં ઉપરાંત ધ્રોલની ખારવા ચોકડી પાસેથી નદીમખાન અયુબખાન બ્લોચ અને પડાણા પાટીયા પાસેથી દિનેશ માંડણભાઈ પીંડારીયા નામના બે વાહનચાલક પોતાના વાહનોમાં વધુ પડતા મુસાફરો બેસાડી સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરાવતા ઝડપાયા હતાં.

ચાંદીબજારમાં ૨૯મી સુધી અડધા દિવસનું લોકડાઉન

જામનગરમાં કોરોનાના કેસ વધતા તે અડધો દિવસ સોની બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. શહેરમાં જે સ્થિતિ વણસી રહી છે. તે જોતા આ નિર્ણયથી કદાચ લોકડાઉનનું યોગ્ય પાલન થશે તો જામનગરમાં બેફામ રીતે વકરતા કોરોનાની બ્રેક લાગી શકે છે. જામનગરમાં ચાંદીબજારમાં સોની વેપારીઓ દ્વારા તા. ૧૭-૯ થી તા. ર૯- સુધી સવારે ૭ થી બપોરના ર વાગ્યા સુધી સોની બજાર સ્વેચ્છાએ બંધ રહેશે તેમ સુભાષભાઈ પાલા (પ્રમુખ – જામનગર સુવર્ણકાર સુરક્ષા સેતુ) અને કિશોરભાઈ ભુવા (મંત્રી – જામનગર સુવર્ણકાર ઔદ્યોગિક મંડળ) ની યાદીમાં જણાવાયું છે.

Loading...