Abtak Media Google News

જામનગરમાં રોગચાળાનો મૂકામ યથાવત્ જળવાયો છે, જો કે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળે છે, છતાં સરકારી ચોપડે આંકડા નોંધાવવામાં આવતા નહીં હોવાથી બીમારીનો આંક જાહેર થતો નથી.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે સારવાર માટે આવેલા દર્દીઓમાંથી સાત દર્દીઓને મેલેરિયા તથા એક દર્દીને સ્વાઈનફ્લૂ તેમજ એક દર્દીને ડેન્ગ્યૂના રોગ લાગુ પડ્યો હોવાનો રિપોર્ટ મળ્યો હતો.

આ ઉપરાંત એક દર્દીને સ્વાઈનફ્લૂ હોવાનો પોઝિટિવ રિપોર્ટ મળતા તેમને જી.જી. હોસ્પિટલના આઈશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત એક શંકાસ્પદ દર્દીની જરૃરી તપાસ ચાલી રહી છે. જેનો રિપોર્ટ સાંજે મળનાર છે. જ્યારે રાજકોટના એક મહિલા દર્દી જામનગરમાં સારવાર હેઠળ છે. તેમની હાલત નાજુક ગણાવાઈ રહી છે. જામનગર શહેર જિલ્લામાં ખાનગી દવાખાના, હોસ્પિટલમાં દર્દીઓની બેકાબૂ ભીડ જોવા મળી રહી છે. તેમાંથી લોકોને ચિકનગુનિયા, ડેન્ગ્યૂ, મેલેરિયાનો રોગ લાગુ પડ્યો હશે, પરંતુ ખાનગી દવાખાના, હોસ્પિટલના દર્દીઓની સંખ્યા સરકારી ચોપડા સુધી પહોંચાડવામાં આવતી નથી. પરિણામે સરકાર દ્વારા જાહેર કરાતા દર્દીઓની સંખ્યાના આંકડા ખૂબ જ ઓછા દેખાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.