જામનગર જિલ્લામાં ૨૭ હજારથી વધુ મતદારો વધ્યા

૨૫મીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાશે: જિલ્લામાં તબક્કાવાર મતદાર જાગૃતિ કાર્યક્રમો

જામનગર જિલ્લામાં ૨૭૭૧૮ મતદારોનો વધારો થયો છે. જિલ્લામાં ૧૪ હજારથી વધુ મતદારો પ્રથમ વખત મતદાન કરશે તેમ જિલ્લા ચૂંટણી તંત્રે જણાવ્યું હતું. જામનગર જિલ્લા કલેકટર દ્વારા  વેબેક્સ મારફત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર જિલ્લાના મતદારો અંગેની જાણકારી આપવામાં આવી હતી.જેમાં જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં નવા ૨૭૭૧૮ મતદારોનો વધારો થવા પામ્યો છે.

પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી રવિ શંકરએ જણાવ્યું હતું કે આગામી તા.૨૫ ના રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે.આ દિવસે જિલ્લામાં ચાર હોર્ડિંગ્સ,૧૨ બેનર દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું ફેસબુક પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ જામનગર જિલ્લો ૧૦૦ ટકા ફોટો ઓળખ પાત્ર ધરાવતો જિલ્લો છે.એટલે કે જિલ્લાના તમામ કુલ ૧૧૫૮૨૯૧ મતદારો ફોટો ઓળખ કાર્ડ ધરાવે છે.

ગત તા.૧ જાન્યુઅરીની સ્થિતિ મુજબ ૧૧૩૦૫૭૩ મતદારો નોંધાયેલા હતા જ્યારે તા.૧-૧-૨૦૨૧ ના સ્થિતિ મુજબ કુલ ૧૧૫૮૨૯૫ મતદારો નોંધાયેલા છે.જેની સામે વર્ષ ૨૦૨૦ ની સુધારણાના અંતે  કુલ ૨૧૧૮૮ મતદારો નોંધાયા હતા.બંને વિગતો જોતા કોરોના મહામારી દરમ્યાન પણ મતદાર યાદીમાં ૬૫૩૦ મતદારોનો વધારો થયો છે. જિલ્લાના કુલ ૧૧૫૮૨૯૧ મતદારોમાંથી ૫૯૬૭૮૭ સ્ત્રી મતદારો અને ૫૬૧૪૯૦ પુરુષ મતદારો જ્યારે ૧૪ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. તા.૧-૧-૨૦૨૦ ની સ્થિતિએ ૧૦૦૦ મહિલાની સંખ્યા ૯૩૮ ની હતી તેમ વધારો થયો છે અને તા.૧-૧-૨૦૨૧ ની સ્થિતિએ ૯૪૧ ની થવા પામી છે.જ્યારે ૧૮ થી ૧૯ વર્ષની વયના આગામી ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર છે તેવા જામનગર જિલ્લામાં ૧૪૩૯૬ મતદારો છે જેમાં ૮૩૪૩ પુરુષ અને ૬૦૫૩  સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૭૭૦ મતદાન સ્થળોએ કુલ ૧૨૮૪ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

સરવાણીયાના પ્રશ્ર્નો નહીં ઉકેલાતા ચૂંટણીનો બહિષ્કાર કરશે

કેન્દ્ર સરકાર વિકાસની અને રાજ્ય કારકાર ગતિશીલ ગુજરાતની વાતો કરી રહી છે ત્યારે ગુજરાતના અનેક ગામડાઓમાં પાયાના પ્રશ્નોથી વંચિત છે. આવું જ એક ગામ જામનગર જિલ્લામાં આવેલું છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હકુમતી સરવાણિયા ગામે પ્રાથમિક સુવિધા નહીં મળતાં ગ્રામજનો તંગ આવી ગયા છે. આ ગામમાં રસ્તાની સમસ્યાને કારણે લોકોને હાલાકી વેઠવી પડે છે. આ ઉપરાંત ગટર અને પાણી પ્રશે પણ ગ્રામજનોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે આ ગામમાં આરોગ્ય કેન્દ્રની પણ સુધા ના હોય જેના કારણે સામાન્ય બીમાર માણસે દૂર સુધી જવું પડે છે.આ બાબતે અનેક વખત રાજકીય મહારથીઓ રજુઆત કરી હોય તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા સરવાણિયાના ગ્રામજનોએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવી લીધું છે.

Loading...