Abtak Media Google News

આ IPL દરમિયાન વિકેટકીપર બેટ્સમેનો ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યાં છે અને હવે અટકળો લાગી રહી છે કે, આ IPL દરમિયાન તેમનું પ્રદર્શન આ પ્રકારનું જ રહેશે તો ભારતીય ટીમ ધોનીના રિટાયર્મેન્ટ બાદ એક આક્રમક વિકેટકીપર બેટ્સમેનની ખોટ વર્તાશે નહીં.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું સ્થાન લેવું કોઈપણ ખેલાડી માટે સરળ નથી. કેપ્ટન કૂલના નામે પ્રખ્યાત ધોની અત્યારે IPL માં વિકેટ પાછળ શિકાર કરવાની સાથે બેટથી પણ ધૂમ મચાવી રહ્યો છે. ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો ઈંઙક-૧૧માં ઘણા એવા ખેલાડીઓ ઊભરીને સામે આવ્યા છે જે બેટ ઉપરાંત વિકેટની પાછળ પોતાનું કામ ખૂબ સારી રીતે કરી રહ્યાં છે.

Dkધોનીના સ્થાનના સૌથી મોટા દાવેદાર દિનેશ કાર્તિકની વાત કરીએ તો ઈંઙકની ૮ મેચોમાં તે ૨૩૫ રન બનાવી ચૂક્યો છે અને ઘણી સારી સ્ટમ્પિંગ અને કેચ કર્યા છે. પણ આ રેસમાં તેને ઘણા યુવા ખેલાડીઓ જબરદસ્ત ટક્કર આપી રહ્યાં છે અને ખાસ વાત એ છે કે, આ બધા જ ઉંમરમાં ખૂબ નાના છે જેથી તેમનું કરિયર લાંબું બની શકે છે. ચાલો જાણીએ આ વિકેટકીપર બેટ્સમેનો વિશે જેમણે પોતાની શાનદાર બેટિંગથી બધાનું ધ્યાન પોતાનું તરફ ખેંચ્યું છે.રિષભ પંત અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે અને તે ઓરેન્જ કેપ હોલ્ડર છે. તેણે ચેન્નઈ વિરુદ્ધ ૪૫ બોલમાં ૭૯ રનની તાબડતોડ ઈનિંગ રમી હતી પરંતુ દિલ્હી આ મેચ હારી ગઈ હતી. ૨૦ વર્ષીય પંત વર્તમાન સીઝનમાં ૩ હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. ૨ મેના રોજ રમાયેલી મેચમાં તેણે રાજસ્થાન વિરુદ્ધ ૨૯ બોલમાં ૬૯ રનની વધુ એક વિસ્ફોટક ઈનિંગ રમી હતી. દિલ્હી ડેરડેવિલ્સના આ વિકેટકીપરનો બેટિંગ કરવાનો અંદાજ મહાન ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટને મળતો આવે છે.

કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી ક્રિસ ગેઈલ સાથે ઓપનિંગ કરી રહેલા લોકેશ રાહુલે પ્રથમ મેચમાં IPL ઈતિહાસની સૌથી ઝડપી હાફ સેન્ચુરી ફટકારી બધાને દંગ કરી દીધા હતા. ભારત તરફથી મેચો રમવાનો અનુભવ ધરાવતા રાહુલની આક્રમક બેટિંગ વિરોધીઓ માટે મોટો પડકાર બની રહી છે. એક ઓવરમાં સૌથી વધુ રન ફટકારવામાં રાહુલ આ IPL ત્રીજા સ્થાને છે. લોકેશ ૭ મેચોમાં ૨૬૮ રન બનાવી ચૂક્યો છે અને સ્ટમ્પની પાછળ પણ તેણે ઘણી સારી કામગિરી કરી છે.

વર્તમાન IPLમાં વિકેટની પાછળ શિકાર કરવામાં મુંબઈ ઈન્ડિયન્સનો વિકેટકીપર ઈશાન કિશન સૌથી ટોચનો ભારતીય વિકેટકીપર છે. ઈશાને ૮ મેચોમાં ૧૫૧ રન બનાવવાની સાથે કુલ ૮ શિકાર કર્યા છે. ઈશાન આક્રમક બેટિંગ માટે જાણીતો છે અને તે મુંબઈને ઘણી વખત ઝડપી શરૂઆત અપાવી ચૂક્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.