Abtak Media Google News

હિન્દુ ધર્મમાં સુહાગન મહિલાઓ પગમાં પાયલ પહેરે છે.પાયલ પહેરવાં એ ૧૬ શ્રીગાર માંથી એક છે. આ શ્રીંગારમાં સજવા સવરવા માટે હિન્દુ મહિલાઓ પોતાના પગમાં વિછીયા અને પાયલ પહેરે છે પરંતુ આ બધી શ્રીંગારની વસ્તુઓ ચાંદીની બનેલી હોય છે. શું તમને ખબર છે શા માટે મહિલાઓ પગમાં સોનાના પાયલ નથી પહેરતી તેની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો રહેલાં છે.

ધાર્મિક કારણ : 

ભારત એક એવો દેશ છે જ્યાં ધર્મને પ્રત્યે લોકોની આસ્થા ખુબજ અતુટ છે નાનામાં નાની વાત હોય કે મોટી વાત હોય ધર્મની સાથે જોડવી સામાન્ય વાત છે. પગમાં સોનું ન પહેરવાં પાછળનું ધાર્મિક કારણ એ છે કે ભારત દેશમાં સોનાને પૂજનીય માનવામાં આવે છે કોઈપણ શુભ કાર્યમાં સોનાને પૂજવામાં આવે છે અને સોનાને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે માટે સોનાને પગ ના લગાડવાની ભાવનાથી મહિલાઓ સોનું પગમાં નથી પહેરતી.

In-Hinduism-Why-Do-Not-Women-Wear-Gold-Footwear-In-Their-Feet-Learn-The-Scientific-Reason
in-hinduism-why-do-not-women-wear-gold-footwear-in-their-feet-learn-the-scientific-reason

વૈજ્ઞાનિક કારણ : 

વિજ્ઞાનની દ્રષ્ટિએ સોનાના આભુષણની તાસીર ગરમ હોય છે.અને ચાંદીની તાસીર ઠંડી હોય છે મનુષ્યના પગ ગરમ અને માથું ઠંડુ હોય છે આના કારણે સોનાના ઘરેણાં માથા પર અને ચાંદીના ઘરેણાં પગમાં પહેરવાં આવે છે પગમાં ચાંદીના ઘરેણાં પહેરવાંથી અનેક બીમારીઓથી બચી શકાય છે.ચાંદીના પાયલ અને વિછીયા પહેરવાંથી પીઠ અને ઘુટણના દુખાવામાં રાહત મળે છે.

પગ અને માથા પર સોનાના ઘરેણાં પહેરવાં માથા અને પગ બંનેની ઉર્જા સમાન જાય છે જેના પરિણામે શરીર રોગી બનવાની સંભાવના વધે છે.માટે શરીર ને નિયત્રણ રાખવા માટે માથામાં સોનું અને પગમાં ચાંદીના ઘરેણાં પહેરવાંની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.