Abtak Media Google News

અમદાવાદમાં ફરી સૌથી વધુ ૧૭૮ લોકો કોરોનાની ઝપેટમાં : ૨૪ કલાકમાં વધુ ૧૯ દર્દીઓએ દમ તોડ્યો

રાજકોટમાં હોટસ્પોટ વિસ્તારમાંથી દસ દિવસ પહેલા પોઝિટિવ આવેલા મહિલાનો પુત્ર પણ વાયરસના સંક્રમણમાં : કુલ ૪૭ પોઝિટિવ

ગુજરાતમાં હજુ કોરોનાની મહામારી દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે ગઈ કાલે વધુ રાજ્યમાં ૨૩૦ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. હાલ કોરોના વાયરસના હાહાકાર માં કુલ પોઝિટિવ કેસ ૩૦૦૦ને પાર પહોંચ્યો છે. રાજ્યના ૨૩૦ પોઝિટિવ કેસ માના ૧૭૮ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અને એક દિવસમાં વધુ ૧૯ કોરોનાગ્રસ્ત લોકોને વાયરસ ભરખી ગયાનું જાણવા મળ્યું છે. રાજ્યના એપિસેન્ટર અમદાવાદમાં જ અત્યાર સુધી ૨૧૮૧ પોઝિટિવ કેસ અને રાજ્યના ૧૫૨ મૃત્યુ માના અમદાવાદમાં જ મૃત્યુઆંક ૧૦૫ પર પહોંચ્યો છે. રાજકોટમાં હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વમાં દસ દિવસ પહેલા પોઝિટિવ આવેલી મહિલા બાદ તેના પુત્ર પણ કોરોનાની ઝપેટમાં આવી જતા કુલ કોરોના પોઝિટિવ ની સંખ્યા ૪૭ પર પહોંચી છે.

રાજ્યમાં ગઈ કાલે કોરોના શંકાસ્પદ માં કુલ ૨૭૭૬ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૧૦ જિલ્લાઓમાંથી વધુ ૨૩૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૩૦૧ પર પહોંચી છે. જ્યારે રાજ્યને આપેલી ૨૪,૦૦૦ રેપીડ ટેસ્ટ માંથી ચાર દિવાસમાં ૨૮ જિલ્લાઓમાં ૬૦૦૦ થી વધુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈ કાલે આવેલા ૨૩૦ પોઝિટિવ કેસ પૈકી ૧૭૮ અમદાવાદમાં, સુરતમાં વધુ ૩૦ પોઝિટિવ સાથે કુલ આંકડો ૫૦૦ને પાર પહોંચી ગયો છે. જ્યારે ગઈ કાલે બે ૪-૪ વર્ષની માસુમ બાળકોએ કોરોનાને મ્હાત આપી હતી. માસુમ બાળકો અઠવાડિયા પહેલા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. સાત દિવસની તબીબોની મેહનત દ્વારા બન્ને બાળકોને ગઈ કાલે ડિસ્ચાર્જ કરવામા આવ્યા હતા.

અમદાવાદમાં ગઈ કાલે સૌથી વધુ ૧૭૮ વધુ કોરોનાં પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૧૯ લોકોને કોરોના ભરખી ગયો છે. અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ ૨૧૮૧ પોઝિટિવ કેસ અને ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યાનું જાણવા મળી રહ્યું છે. એપિસેન્ટર તરીકે ઉભરેલા અમદાવાદમાં કોરોનાનો વ્યાપ વધતા લોકડાઉનનો સમયગાળા વધારી શકે તેવી સ્થિતિ જણાઈ રહી છે.

રાજકોટમાં પણ ત્રણ દિવસના વિરામ બાદ બે દિવસ પહેલા હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરના વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગઈ કાલે ૧૦ દિવસ પહેલા કોરોનાની ઝપેટમાં આવેલી મહિલાના પુત્રને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. રાજકોટમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી અત્યાર સુધી કુલ ૪૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંના ૩૫ જેટલા પોઝિટિવ દર્દીઓ માત્ર જંગલેશ્વર વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોરોના પોઝિટિવ મહિલાએ બાળકને જન્મ આપ્યો : શિશુનો રિપોર્ટ નેગેટિવ

રાજકોટમાં હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરમાં બે દિવસ પહેલા વધુ ચાર લોકો કોરોના સંક્રમણમાં આવ્યા હતા. જેમાં એક સગર્ભા પણ કોરોનાની ઝપેટમાં આવી હતી. ગઈ કાલે સંગર્ભાએ ગઈ કાલે બાળકને જન્મ આપ્યો હતો. ગઈ કાલે જંગલેશ્વરના કરાયેલા ટેસ્ટ માંથી સગર્ભા મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે તબીબોએ મહિલાને હિંમત આપી ખાસ તૈયાર કરાયેલા લેબરરૂમમાં કોરોનાગ્રસ્ત સંગર્ભાની પ્રથમ પ્રસૂતિ કરવામાં આવી હતી. ડો. કમલેશ ગોસ્વામીએ મહિલાને પુત્ર જન્મ થયો છે. માતાને સિઝેરિયન કરવામાં આવ્યું છે. આઇસીએમઆરની માર્ગદર્શિકા હેઠળ બાળકને પીડિયાટ્રિક વોર્ડમાં રાખવામાં આવ્યું છે. નવજાત શિશુનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યાનું ડો.રિંકલ વિરડીયાએ જણાવતા રાહતનો શ્વાસ અનુભવાયો છે. અને નવજાતશિશુ ને પુરી સાવચેતી સાથે બેસ્ટ ફીડિંગ કરાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.