ગુજરાતમાં 24 કલાકમાં 4 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

અમદાવાદમાં આજે(30 માર્ચ) વધુ બે દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં 62 વર્ષની મહિલા અને 65 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. જ્યારે 29 માર્ચે અમદાવાદમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ બનેલી આંબાવાડીની યુવતી સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ જતાં એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ યુવતી ફિનલેન્ડના પ્રવાસેથી આવ્યા પછી કોરોનાનો શિકાર બની હતી.

શહેરમાં કોરોનાની બીમારીથી સાજી થનારી પણ તે પ્રથમ યુવતી છે. યુવતી ઘરે આવી ત્યારે ફ્લેટના રહીશોએ થાળી, તાળી, શંખ વગાડીને તેનું સ્વાગત કરી એક સાચું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

 

Loading...