ગીર સોમનાથ જિલ્લામાં નિયમ વિરૂધ્ધ તમાંકુ વેંચતા ૬૪ દુકાનદારો દંડાયા

ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ-ગીર સોમનાથ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓના વિસ્તારમાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં હતી.

ખાસ કરીને ઈઘઝઙઅ-૨૦૦૩ એક્ટ ની કલમ ૬(અ) અન્વયે ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુ કે તમાકુની બનાવટ વેચવી તે ગુનો બને છે, અને તમાકુ કે તમાકુની બનાવટ વેચનાર દુકાનદારે તેમની દુકાન પર ૬૦ ૩૦ સેમી સાઈઝનું બોર્ડ પણ લગાવવાનું ફરજીયાત હોય છે. જિલ્લામાં આવી ઘણી બધી દુકાન ઉપર દુકાનદારો દ્વારા આવા બોર્ડ લગાવવામાં આવેલ ન હતા. તેથી આ ટીમ દ્વારા જિલ્લાની જુદી જુદી જગ્યાએ સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન અમુક દુકાનદારોએ બોર્ડ લગાવી નિયમનું પાલન કર્યું હતું, કલમ ૬(બ) મુજબ શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટ વેચવી ગુનો બને છે છતાં પણ અમુક દુકાનો શૈક્ષણિક સંસ્થા ની ૧૦૦ વારની ત્રિજ્યામાં  તમાકુની કે તમાકુની બનાવટ વેચતા દુકાનદારો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો જિલ્લાની ટીમ દ્વારા કુલ ૬૪ કેસ કરીને કુલ ૧૧૯૫૦/- રૂપિયાનો દંડ વસુલ કરાયો હતો.

Loading...