Abtak Media Google News

પ વિઘામાં ૮૦૦ રોપાનું વાવતેર કર્યુ: એકપણ રૂપિયાના ખર્ચ વગર વર્ષે ૧૦ લાખની આવક મેળવતા ભીખુભાઇ ખસીયા

બજારોમાં અનેક પ્રકારના બોર મળે છે પરંતુ રેડ એપલ બોરની માંગ વધુ છે. તેનો સ્વાદ મધુર હોય છે ત્યારે ઉનાના ગાંગડા ગામે ભીખુભાઇ ખસીયાએ પોતાના મોબાઇલમાં રેડ એપલ બોરની ખેતી કેવી રીતે કરવી અને શું કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવી તેમણે કલકતા શહેરીમાંથી રેડ એપલ અને ગ્રીન એપલ બોરના ૮૦૦ રોપા મંગાવી ઉગાડયા છે. જેમાં તેમણે કોઇપણ જાતનું બિયારણ કે ખાતરનો ઉપયોગ કર્યા વગર માત્ર ગૌ-મૂત્ર અને છાણનો ઉપયોગ કરી ઓર્ગેનિક બોરની ખેતી કરી છે. આ બોર તે ગુજરાત રાજય તેમજ બહારના રાજયમાં સપ્લાય કરી રહ્યાં છે. આ ખેડુતે પ વિઘા જમીનમાં અંદાજીત ૮૦૦ જેટલા રોપા વાપી લાખો રૂપિયાની ખેતી કરી છે. આ વર્ષે શિયાળામાં વરસાદ પડવાથી થોડું નુકશાન થયું હતું પરંતુ આવતા વરસે વધુ પાક લેશે અને સ્થાનીક ખેડુતોને રેડ એપલ બોરના રોપા નજીવી કિંમતે આપશે જેથી લોકો ખેતી કરી શકે.

Img 20210104 Wa0013

જણાવ્યા મુજબ આ બોરની સીઝન ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં હોય છે અમે રૂ. ૫૦ ના કિલો લેખે વેચાણ કરી રહ્યાં છે. ભીખુભાઇએ પ્રથમ વખત જ બોરનું વાવેતર કર્યુ છે. ત્યારે આ વર્ષે અંદાજે ૧૫૦૦ મણ બોરનું ઉત્પાદન થવાનું જણાવ્યું હતું. એટલે કે તેઓ વાર્ષિક ૮ થી ૧૦ લાખની કમાણી આસાનીથી કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.