Abtak Media Google News

વિધાનસભાની આઠ બેઠકોની આગામી પેટાચૂંટણી અન્વયે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્િિતમાં ડાંગ, કપરાડા, કરજણ, અબડાસા અને મોરબી બેઠકના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સો વર્ચ્યુઅલ બેઠક યોજાઇ.

આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે.સી.પટેલ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ તા રાજ્ય સરકારના મંત્રીઓ ગણપતભાઈ વસાવા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, સૌરભભાઇ પટેલ અને ઈશ્વરસિંહ પટેલ તા આ પેટાચુંટણીના પ્રદેશ ઇન્ચાર્જઓ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ વિધાનસભાના ઇન્ચાર્જઓ આઇ. કે. જાડેજા અને પૂર્ણેશભાઈ મોદી હાજર રહ્યા હતા.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ડાંગ, કપરાડા, કરજણ, અબડાસા અને મોરબી બેઠકના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સોના વર્ચ્યુઅલ સંવાદમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણમાં કેન્દ્રની અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની ભાજપા સરકારે સાતત્યપૂર્ણ રીતે પ્રજાહિતના અનેક નિર્ણયો અને લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોને મળી રહ્યો છે. ભાજપાએ હંમેશા સંગઠન કી સેવા ને પ્રાધાન્ય આપ્યું છે, દરેક કુદરતી આફત અને મુશ્કેલ સમયમાં ભાજપના કાર્યકર્તાઓ નાગરીકોની વચ્ચે જઈને મદદરૂપ બન્યા છે. ભાજપા આજે તમામ વર્ગ અને સમુદાયમાં અપ્રતિમ લોકચાહના ધરાવે છે ત્યારે તેઓએ હકારાત્મક અભિગમ અને આત્મવિશ્વાસી મતદારો પાસે જવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. આ બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ ઉપસ્થિત સૌને ચુંટણી વ્યવસપન, આયોજન અને સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

રાજયવ્યાપી ડિજીટલ સેવા બદલ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતા પ્રદેશ પ્રમુખ

ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ  સી. આર. પાટીલે  ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યવ્યાપી પ્રારંભ કરાયેલ “ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

પાટીલે જણાવ્યું હતું કે ગામડાઓમાં પણ વિકાસના દ્વાર ખોલતા અને સરકારી કામકાજ ની સવલતો સનિક ધોરણે ઉપલબ્ધ કરાવવા માટેનો માર્ગ પ્રશસ્ત કરવા બદલ હું રાજ્ય સરકારને અનેકાનેક ધન્યવાદ પાઠવું છું. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા સમગ્ર દેશમાં ડિજિટલ ક્રાંતિ માટેના ચોક્કસ દિશામાં પ્રયાસો ઈ રહ્યા છે, અને તમામ સરકારી કામકાજો ફેસ લેસ અને પેપર લેસ બને તે માટેની વિવિધ પ્રવિધીઓનો અમલ  કરવામાં આવી રહ્યો છે. આ ડિજિટલ સેવા સેતુ માધ્યમી કાર્યરત એવી તમામ પ્રવિધીઓમાં મદદ મળશે , ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયી નાગરિકોના શ્રમ, સમય અને નાણાંની પણ બચત શે. જેના કારણે કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારોના મૂળ મંત્ર ‘મીનીમમ ગવર્મેન્ટ – મેક્સિમમ ગવર્નન્સ ’ ને ચરિર્તા કરવામાં મદદ મળશે.

પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકાર હંમેશા ટેકનોલોજીના માધ્યમી  જનહિતકારી અને લોક કલ્યાણના નવા નવા આયામો ની સંરચના ાય અને નાગરિકો ને વધુમાં વધુ સુવિધાઓ તેમના મોબાઈલ પર ઉપલબ્ધ બને તે પ્રકારના અભિગમ સોના નિશ્ચિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા અમલી બનેલ ” ડિજિટલ ઇન્ડિયા મુહિમ માં ગુજરાત અગ્રીમ હરોળમાં રહીને દ્રષ્ટાંત રૂપ ભૂમિકા ભજવી રહ્યું છે.  આ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ કી નાગરિકોને વધુમાં વધુ સવલતો તેમના ડોર સ્ટેપ પર ઉપલબ્ધ બની રહી છે ત્યારે નાગરિકો પણ આ સેવાનો વધુમાં વધુ લાભ લે તેવો  પાટીલે અંતમાં અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.