ધોરાજીના સુપેડીમાં રૂ. બે લાખનો શંકાસ્પદ જંતુનાશક દવાનો જથ્થો ઝડપાયો

31
in-dhoraji-supedi,-rs-the-amount-of-suspected-pesticides-in-two-lakhs-was-seized
in-dhoraji-supedi,-rs-the-amount-of-suspected-pesticides-in-two-lakhs-was-seized

દવાનો જથ્થો બોગસ હોવાની શંકાએ નાયબ ખેતીવાડી વિસ્તરણ અધિકારીનો દરોડો: રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે

ધોરાજી જેતપુરમાં ખેડૂતોને છેતરતા અને જંતુનાશક દવા બોગસ રીતે વેચતા હોવાની ખેતીવાડી અધિકારીને હકીકત મળતા ધોરાજી પોલીસ અને ખેતીવાડી અધિકારી ની ટીમ સાથે ધોરાજીના સુપેડી પાસે આવેલ એક વાડીમાં રેડ પાડતા રૂપિયા બે લાખની બોગસ જંતુનાશક દવાનો જથ્થો ઝડપાઈ ગયો હતો જે અંગે  દવાનો જથ્થો પોલીસને સુપરત કરી તેમના નમુના તપાસાર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા ઉપરોક્ત બનાવવાની  ધોરાજી પોલીસ અને ખેતીવાડી અધિકારી તપાસ ચલાવી રહી છે

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ નાયબ ખેતીવાડી વિતરણ અધિકારી બી.એમ.આગઠ તથા તેમનો સ્ટાફ દ્વારા ધોરાજી પોલીસને સાથે રાખી સુપેડી ગામમાં નિરવ  ની વાડીમાં રેડ પાડી હતી જ્યા શંકાસ્પદ ૩૨ પેટી જંતુનાશક પ્રોફિનોસાઈડ દવાનો જથ્થો મળી આવ્યો હતો, આ બનાવટી દવા ખેતરમાં છાટતા કોઈ ઉપજ થતી નથી અને ખેડુતોને દવા પીવાનો વારો આવે છે, માટે આ પ્રતિબંધીત દવાના જથ્થા જેની અંદાજે કિંમત રૂપિયા બે લાખ કેવી થાય છે એ તમામ જથ્થો ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પહોંચાડયો હતો અને ખેતીવાડી અધિકારીઓએ જંતુનાશક દવા ના નમુના લઇ લેબોરેટરીમાં પૃથકરણ માટે મોકલી આપેલ છે  ઉપરોક્ત બનાવ અંગે  ધોરાજીના પી.આઈ  વિજય જોશીએ  જણાવ્યું કે  ધોરાજી  આમાંથી ઝડપાયેલો  જંતુનાશક દવાનો જથ્થો  ખેતીવાડી અધિકારી  તપાસ કરશે એ જ તો ખરેખર બોગસ છે કે નહીં તે બાબતે પણ ખરા કરશો  બાદ રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધાશે  અને પછી પોલીસ કાર્યવાહી કરશે

રાજકોટના ખેતીવાડી અધિકારી બી એમ આગઠ એ જણાવેલ કે ધોરાજી જેતપુરમાં જંતુનાશક દવા અમુક વેપારીઓ બોગસ દવાઓનું વેચાણ કરતા હોય તેવી બાતમીના આધારે અમોએ વોચ ગોઠવી ધોરાજી ઉપલેટા રોડ સુપેડી પાસે ખેતરમાં ઓડી ની અંદર જંતુનાશક દવાનો જથ્થો મળી આવતા જે જથ્થાની તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉપરોક્ત બનાવ અંગે ધોરાજીના પી.આઈ વિજય જોશીના માર્ગદર્શન હેઠળ કેટલા વાગે જણાવી પી.એસ.આઈ જે.બી મીઠાપરા તથા સ્ટાફ તપાસ ચલાવી રહ્યા છે

Loading...