Abtak Media Google News

મૃતકના વારસદારોને રૂ.૧.૫ કરોડ ચુકવવા મહત્વનો હુકમ

જુનાગઢ નજીક ત્રણ વર્ષ પહેલા સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં દાખલ થયેલા વીમા વળતરના દાવાની મૃતકના વારસદાર પતિ રોકાયેલા ધારાશાસ્ત્રીએ ધારદાર અને રસપ્રદ દલીલ માટે રમકડાની મદદ લઇ કોર્ટ રુમમાં ધટના સ્થળનું ચિત્ર રજુ કરતા અદાલતે મૃતકના પરિવારને રૂ ૧.૫ કરોડનું વળતર ચુકવવા મહત્વનો હુકમ કર્યો છે.

ગુજરાતના જુનાગઢમાં ત્રણ વર્ષ પહેલા થયેલા એક રોડ એકિસટેન્ટમાં પીડબલ્યુડી વિભાગના એન્જીનીયર અને તેના એક સાથીનું મોત થયું હતું. દુર્ધટના બાદ વળતર આપવાથી બચવા માટે વીમા કંપનીએ કહ્યું હતું કે. દુર્ધટના મધમાખી કરડવાને કારણે થઇ હતી. મામલાને કોર્ટમાં પડકારવામાં આવ્યો. અહીં પીડીત પક્ષના વકીલે કોર્ટમાં જ જજની સામે ટ્રક અને બાઇકના રમકડા દ્વારા ધટનાને રિક્રિએટ કરીને દર્શાવી કે ધટના મધમાખી કરડવાને કારણે નહીં પરંતુ ટ્રક ચાલકની લાપરવાહીને કારણે બની હતી. ત્યારબાદ જજે વીમા કંપનીને મૃતકના પરિવારને દોઢ કરોડ ચુકવવાનો નિર્દેશ આપ્યો હતો.

વીમા કંપનીએ વળતર આપવાનો ઇન્કાર કર્યો હતો. વીમા કંપનીની દલીલ હતી કે, રસ્તામાં મધમાખીનું એક ઝુંડ બાઇક સવારો પર તૂટી પડયું. આથી બાઇક સવાર પાછલા ટાયરમાં ફસાઇ ગયો અને તેનું મોત થયું હતું તેને માટે વીમા કંપની વળતર ચુકવવા માટે જવાબદાર નથી.

પીડીત પક્ષના વકીલે કહ્યું હતું કે, જો મધમાખી કરડતે તો મૃતકોના શરીર પર તેના નિશાન હોવા જોઇતા હતા. જે નહોતા. વકીલે દુર્ધટનાને દર્શાવવા માટે રમકડાંના ટ્રક અને બાઇકનો ઉપયોગ કર્યો હતો. સાથે જ ધટના સ્થળે પંચનામુ બાઇકની સ્થિતિ મૃતકોના શરીર પર ઇજાના નિશાન (મધમાખી કરડવાના નથી) નો રિપોર્ટ પણ દર્શાવ્યો. જજ એન.બી. પીઠવાએ બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ મૃતક દીલીપના પરીવારજનોને ૧.૫ કરોડરૂપિયા અને અરુણના પરિવારજનોને ૪૫ લાખ રૂપિયા ૮ ટકા વ્યાજ સાથે ટ્રક વીમા કંપનીને ચુકવવાનો આદેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.