Abtak Media Google News

દરેક વ્યક્તિને પોતાના સ્વાસ્થ્યની કાળજી ખૂબ ગમતી હોય છે. ત્યારે દરેક માટે આહાર તેમજ સ્વાસ્થ્ય બન્નેનું ધ્યાન એક સાથે રાખવો તે પડકાર રૂપ છે ? આહાર તે રોજિંદા જીવનમાં લેવાતો ખોરાક છે અને સ્વાસ્થય તે પોતાના શરીરની સંભાળ છે. સમય બદલતા આજે દરેક ફાસ્ટફૂડના રવાળે ચડી જવા માંડ્યા છે. તો આહાર ધીમે-ધીમે બદલાતો  જાય છે. વડીલો જ્યારે પોતાના આહાર તેમજ સ્વાસ્થ્યની વાત કરે તો કોઈને ગમતું નથી, કારણ હવેના લોકોના પોતે પોતાની રીતે સ્વાસ્થ્યની કાળજી લેતા થઈ ગયા છે. તો આજે પોતાના વ્યસ્ત જીવનમાથી આહાર સાથે સ્વાસ્થ્યનું ધ્યાન કેમ રાખવું તે માટેની ખૂબ નાની વાતો આજે તમને આ વાંચતા ખબર પડશે.

શુદ્ધ વાતાવરણ

સમય સાથે આજે દરેક વ્યક્તિ પોતાની એકદમ સરળ જિંદગીમાથી ફાસ્ટ લાઈફ તરફ જતાં રહ્યા છે. ત્યારે વહેલી સવારે ઉઠી થોડું ચાલવું અને શુદ્ધ હવા તેમજ વાતાવરણને માળવું કારણ તેનાથી સ્વાસ્થ્ય સારું થશે અને પોતાના આહારને સુધરશે. સારો આહાર તેજ તમને શુદ્ધ વાતાવરણ સાથે જોડવાથી શરીરમા સ્ફૂર્તિ આવે છે.

પાણીનું સેવન કરો

દરેક વ્યક્તિએ સારા પ્રમાણમા પાણી પીવું જોઈએ,કારણ પાણી તે શરીરમા તેમજ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. ત્યારે પાણી પીવાથી ત્વચાને એંટીઓસિડેંટ્સ મળે છે. સાથે પાણીના કારણથી શરીરમા ભેગો થતો કચરો બહાર આવે છે. દરેક સ્ત્રીએ  ૯૦ આઉન્સ પીવું તેમજ પુરુષે ૧૨૦ આઉન્સ પીવું જોઈએ. પાણી પીવાથી સ્વાસ્થ્ય અને બ્લડ પ્રેશર નિયંત્રણમા રાખે છે.

ખોરાક બદલાવો

દિવસભરમાં ખોરાક બદલાવો તેનાથી સ્વાસ્થ્યમાં ફેરફાર થશે. આજના જીવનમાં ફાસ્ટફૂડ તેને દરેકના આહારને બદલી નાખ્યું છે. ત્યારે આજે પોતાનો આહારમાં તાજા શાકભાજી તેમજ ફળનું સેવન કરો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તેનાથી ખૂબ સારા પ્રમાણમાં ફેરફાર થશે અને બોડી પણ મનગમતું બની શકાય છે.

આહારનો ટાઈટેબલ બનાવો

આજે કોઈપણ વાત હોય નાની કે મોટી દરેક વસ્તુ મોબાઇલ સાથે જોડાય ગયી છે. ત્યારે કોઈ ખાસ તારીખ હોય કે પછી કામની કોઈ સૂચિ દરેક વસ્તુમાં એલેર્ટ રાખતા થઈ ગયા છે. ત્યારે પોતાના આહાર અને સ્વાસ્થ્યની કાળજી રાખવી હોય તો સમયસર અલગ સૂકા મેવા જ્યુસનું સેવન કરો અને સમયસર તેનું એલેર્ટ મુક્તા જાવ તેથી સ્વાસ્થ્ય તેમજ આહારનું ધ્યાન રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.