Abtak Media Google News

નરાધમ વિકૃત શખ્સે બિહારમાં બાળકીને શિકાર બનાવી ખાડો ગાળી દાટી દીધાની રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી કબૂલાત.

બિહારના ગુનામાં ૬ મહિના જેલ ભોગવ્યા બાદ આરોપી મોરબી આવ્યો અને ફરી લખણ ઝળકાવ્યા.

મોરબીમાં અઢી વર્ષની બાળા પર દુષ્કર્મ આચરી ફૂલ જેવી કુમળી બાળકીની હત્યા નિપજાવનાર નરાધમ બિહારી શખ્સે અગાઉ બિહારમાં પણ આજ રીતે સાડાત્રણ વર્ષની બાળકીને હેવાનીયતનો શિકાર બનાવીને તેની હત્યા કરી લાશને દાટી દિધી હોવાની ચોકવનારી કબૂલાત આપતા સનસનાટી મચી જવા પામી છે.

મોરબીના જેતપર રોડ પર બેલા ગામ નજીક આવેલા  રોસાબેલા સીરામીકમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મજૂર પરિવારની અઢી વર્ષની માસૂમ બાળકીનું જ કારખાનામાં મજૂરી કામ કરતા બિહારી શખ્સ સૂરજ ગોરેલાલ ચૌહાણે અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરી નાખી હતી. આ નરાધમને પોલીસે ત્રણ દિવસની રિમાન્ડ પર લીધો હતો.

રિમાન્ડ દરમિયાન કાળજા કંપી જાય તેવી કેફિયત નરાધમે આપી હતી. માનસિક વિકૃતિ ધરાવતા આ શખ્સના રિમાન્ડ દરમિયાન નરાધમે જાન્યુઆરી ૨૦૧૭ માં આજ મોડસથી સાડાત્રણ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.પોલીસના જણાવ્યા મુજબ બિહારી શખ્સ સૂરજ ગોરેલાલ ચૌહાણે વર્ષ ૨૦૧૭માં બિહારના સીતામઢી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૩.૫ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ બાળકીની હત્યાં કરી તેને દાટી દીધી હતી. આ કેસમાં તેને જેલની સજા પડી હતી અને છ માસ જેલમાં વિતાવ્યા બાદ મોરબી આવ્યો હોવાનું આરોપીએ કબૂલાતમાં જણાવ્યું હતું.

નરાધમે બિહારમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરી હતી. તે કેસમાં ૬ મહિના જેલની સજા ભોગવ્યા બાદ આરોપી મોરબી આવ્યો હતો. મોરબી આવ્યા બાદ બીજી વખત માસૂમ બાળકીને હેવાનીયતનો શિકાર બનાવીને તેને મોતને ઘાટ ઉતારી હતી. ઉલ્લેખનીય છે કે આ આરોપી પરણિત છે તેને સંતાનમાં એક પુત્ર છે. પત્ની અને પુત્ર બિહારમાં રહે છે. પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીના કપડાં અને અન્ય પુરાવાઓ એકત્રિત કર્યા હતા. રિમાન્ડ પુરી થતા તેને કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.