ભુજના સુખપરમાં પુત્રીએ પ્રેમી અને તેના મિત્રની મદદથી માતાની હત્યા કરી

પ્રેમીને પુત્રી સાથે પ્રેમસબંધ ન રાખવા ઠપકાથી તીક્ષણ હથીયારના ઘા ઝીકી પરણીતાનું ઢીમ ઢાળી દીધુ

ભુજ નજીક આવેલા સુખપર ગામે બે દિવસ પુર્વે પટેલ પરણીતાની હત્યા પરથી પોલીસે ગણતરીના દીવસોમાં પડદો પાડી મૃતકની પુત્રીએ પ્રેમી અને તેના મિત્રની મદદથી ઢીમ ઢાળી દીધાનું ખુલતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ ભુજ તાલુકાના સુખપર ગામે રહેતા વીજયાબેન ભુડીયા નામની ૩૫ વર્ષીય પરણીતાની ધોળા દિવસે પોતાનાજ ઘરમાં હત્યા થયાની પોલીસમાં ફરીયાદ નોંધાય હતી.

આ બનાવમાં હત્યામાં ઘટસ્ફોટમાં પોલીસને પ્રથમથી મૃતકની પુત્રીના ગોળ ગોળ જવાબથી શંકાના દાયરામાં હતી પોલીસે આકરી પુછપરછ અને મકાનની જીણવટભરી તલાસી લેતા જેમાં કચરાપેટીમાંથી પોલીસને સોનુ સોનુ લખેલો એક પત્ર મળી આવ્યો. જેની પુછપરછમાં પુત્રીએ વટાણા વેરી દીધા હતા.

માતા વીજયાબેનની હત્યામાં તેની ૧૭ વર્ષની પુત્રી એ પ્રેમી અને તેના મીત્રની મદદથી કર્યાની કબુલાત આપતા પોલીસે પાડોશમાં જ રહેતો પુત્રીનો પ્રેમી સુનીલ ઉર્ફે સોનુ કીશોર જોશી અને ભુજનો આનંદ જગદીશ સુથારની મદદથી દાતરડા અને લોખંડના પાઇપથી હુમલો કરી વીજયાબેનની હત્યા કરી બંને મિત્રો નાશી છુટયા હતા અને બાદ પુત્રીએ લોહીન ડાઘાનો નાશ કર્યો તેમજ હથીયારો ફેકી દીધા હતા. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી જયારે કીશોરવયની સગીરાને જુવેનાઇલ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Loading...