Abtak Media Google News

ભુજ શહેરમાં આજે વિસ્તારોમાં બાળકોને અલ્પાહાર કરાવાયો હતો અને સાથે માસ્ક વિતરણ કરવામાં આવ્યો હતો શહેરના મહિલા અગ્રણી સ્વ સુહાસિની બેન શૈલેષભાઈ ધોળકિયા ની બીજી પુણ્યતિથીએ સૌપ્રથમ શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી શ્રમજીવી વિસ્તારોમાં બાળકોને ભરપેટ નાસ્તો કરવામાં આવ્યો હતો આજના દિને સત્યમ ના અધ્યક્ષ દર્શક અંતાણી તેમજ મધુભાઈ ત્રિપાઠી જયશ્રીબેન ત્રિપાઠી ઘનશ્યામભાઈ લાખાણી તેમજ અન્ય ઉપસ્થિત રહીને સેવાકાર્યમાં જોડાયા હતા ઉપરાંત અનલોક ને ધ્યાને લઇને નાગરિકોને સામાજિક અંતર જાળવી રાખવાની વિનંતી સાથે માસ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું  માઈક સિસ્ટમ સાથે અલગ અલગ વિસ્તારોમાં સેવા કાર્યો કરવામાં આવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.