Abtak Media Google News

સુપાત્રદાન કરતાં શય્યાદાન ચડીયાતું છે: પૂ. ધીરજમુનિ

વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્રના ઉપક્રમે ઉપાશ્રય જિર્ણોઘ્ધાર અને નવનિર્માણ યોજના અંતર્ગત બામણબોર ગામમાં ૮૦ વર્ષ જૂના-ઉપાશ્રયનું નવનિર્માણ ૩ મહિનામાં પૂર્ણ કરાતાં તાજેતરમાં પ્રેરણાદાતા પૂ. ધીરજમુનિ મ.સા.ના મંગલપાઠ બાદ કુમારી વિનસબેન કિશોરભાઇ સંધવી, વાસુપૂજય જૈન ઉપાશ્રયનું ઉદ્દધાટન શૈલેશભાઇઅને ભરતભાઇ એલ.ગાંધી પરિવાર તથા દ્વારોદ્દધાટન જયોતિબેન કાંતિલાલ પારેખ અને જયોત્સનાબેન ઇશ્વરલાલ પારેખના હસ્તે કરાયા બાદ શામજી ભગતની જગ્યામાં ધર્મસભા મઘ્યે વૈયાવચ્ચના લાભાર્થી ભૂમિ ચિરાગ પારેખ, સુશીલાબેન ઇન્દુભાઇ બદાણી તેમજ નિર્માણ નિયોજક નીલેશ બાટવીયાનું સન્માન કરાયું હતું.

આજના કાળમાં સાતાકારી ધર્મસ્થાનક હોવા અતિ જરુરી છે. જેનાથી જીવદયાની પાલના થઇ શકે છે. જે કોઇ સંત-સતીજી પ્રભુ મહાવીરના નામે સંસાર છોડીને શાસનમાં આવ્યા હોય તેઓની વૈયાવચ્ચ કરવા દરેક સંઘોએ આગળ આવવાની જરુર છે. નાના કે મોટા ધર્મસ્થાનકોને સાતાકારી બનાવવા સહુ સંકલ્પ કરે તો કાર્ય સરલ બન્યા વિના રહેશે નહિ.

આ પ્રસંગે પ્રવીણભાઇ કોઠારી, શશીકાંત વોરા, દિનેશ દોશી, પ્રતાપ વોરા, સુધીર બાટવીયા, વિજય મહેતા, દિપક પટેલ, હિતેન અજમેરા, કૌશિક વિરાણી, સુભાષ રવાણી, ધીરુભાઇ વોરા, નલીન બાટવીયા વિનોદભાઇ શાહ, કાંતિભાઇ ઘીવાલા, દિવ્યેશ મહેતા, મેહુલ રવાણી, જીગર વારીઆ, રાજુ શેઠ, હિતેશ મહેતા, વસંત કામદાર, મહેશ મહેતા, હિતેશ મણીયાર, સતીશ બાટવીયા, હિતેશ દોશી વગેરે સંઘ સેવકો તેમજ મહીલા મંડળના ઉર્મિલા વોરા, વીણાબેન દોશી, જોલી દામાણી, વર્ષા બાટવીયા વગેરે ઉ૫સ્થિત હતા.

શામજી ભગતની જગ્યાના હર્ષદભાઇનું સન્માન કરી તેઓની સેવાને બિરદાવવામાં આવેલ. વૈયાવચ્ચ યોજનામાં  રૂ ૫૦૦૦/- ના અનુદાનનો ભાવિકોએ લાભ લીધેલ. ગૌતમ પ્રસાદનો લાભ લઇ સહુ સાતાકારી ઉ૫ાશ્રય જોઇને હરખાતા હૈયે વિખરાયા હતા. પૂ. ગુરુદેવ વિહાર કરી કાલે કેરીબજાર ઉ૫ાશ્રય સુરેન્દ્રનગર ખાતે પધારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.