મંદિરો ઉપરાંત યોગા, જીમ, સ્પોર્ટસ સંકુલને છૂટ આપો

રાજપૂત કરણી સેનાનું કલેકટરને આવેદન

કોરોના વાઇરસ અંતર્ગત ધર્મસ્થાનો, મંદિરોમાં હાલ દર્શન કરવાની મનાઇ છે એ નિયમમાં ફેરફાર કરી ભાવિકોને દર્શનની છૂટ આપવા ઉપરાંત યોગા, જીમ, સ્પોર્ટસ એકિટવીટીને છુટ આપવા સહિતના મુદ્દે આજરોજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ કલેકટરને આવેદન પાઠવ્યું છે.

હાલના લોકડાઉનના સમયમાં માનવ ખુબ જ વ્યથિત છે. માનસિક, આર્થિક અને શારિરીક બધી રીતે યાતના ભોગવી રહ્યો છે. ત્યારે આ તકલીફમાંથી શાંતિ માટેનો એક જ માર્ગ છે. જે આઘ્યાત્મિક પુજાપાઠ અને પ્રભુદર્શનનો છે બે મહિનાથી ધર્મસ્થાનો, મંદિરોમાં આમ જનતાને દર્શન કરવાની મનાઇ છે જે નિયમમાં ફરેફાર કરીને દર્શન કરવાની છુટ આપવા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા રજુઆત કરવામાં આવી છે.

જેમ કારખાના, ઉઘોગ ધંધાને નિયમોને આધીન ખોલવા છુટ આપવામાં આવી છે. એ રીતે સોશ્યલ ડિસ્ટન્સ વગેરે નિયમો સાથે ધર્મસ્થાનોમાં દર્શન કરવાની સંમતિ રાજય સરકાર આપે એ અંગેની રજૂઆત કરવામાં આવી છે.

વધુમાં શારીરિક, માનસિક, સ્વસ્થતા માટે યોગા કલાસીસ, જિમ, સ્પોર્ટસ સંકુલને સોશ્યલ ડિસ્ટન્સના નિયમો મુજબ ખોલવાની છુટ આપવા અંતમાં રજુઆત કરી છે.

Loading...