Abtak Media Google News

૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવા મોદી સરકારના નિર્ધારના ભાગરુપે દેશભરના ૧ર કરોડ નાના અને સીમાંત ખેડુતોને સીધી સહાય કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકસભાની ચુંટણી પહેલા જ રાજકારણમાં ગેમ ચેન્જર પગલા તરીકે રપ હજાર કરોડ રૂપિયા દેશના ૧ર કરોડ ખેડુત ખાતેદારોના ખાતામાં જમા કરાવવા એક જ ઝાટકે ૧ર કરોડ ખેડુતોના દિલ સુધી પહોંચી ગયા છે. વડાપ્રધાન કિશાન સન્માન યોજનાનું રવિવારે ગોરખપુરમાં લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

દેશના રાજધારી ઇતિહાસમાં કદાચ પહેલીવાર ઇતિહાસ રચાય રહ્યો છે. કે સહકારી યોજના અને કેન્દ્રિય બજેટમાં વિકાસ માટે ફાળવાયેલા ૭૫ હજાર કરોડ રૂપિયા જેવી માતબર રકમનું ત્વરીત વિતરણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખેડુતોને મળનાર રૂપિયા છ હજારની સહાયનો રૂપિયા ર હજારનો પહેલો હપ્તો ટુંક સમયમાં જ ખાતામાં જમા કરાવશે.

ભાજપના સાંસદ અને ભાજપ કિશાન મોરચાના અઘ્યક્ષ વિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ખેડુતોના ખાતામાં સીધા જ પૈસા જમા કરાવવાની યોજનાનો તખ્તો અને તૈયારી પુરી થઇ ચુકી છે. દેશની કરોડરજજુ જેવા નાના અને સિમાંત ૯૦ લાખ ખેડુત પરિવારોને આર્થિક રીતે સઘ્ધર બનાવવા માટે અત્યાર સુધી ખોટી વાતો અને સપના બનાવવા સિવાય કંઇ કામ થયું નથી હવે નરેન્દ્ર મોદી સરકાર ખેડુતો માટે કામ કરનારી સરકાર બની ગઇ છે.

વડાપ્રધાનની આ યોજના માટે સરકારે બજેટમાં રકમની ફાળવણી અને હવે ખેડુતોના ખાતામાં સીધા જ પૈસા જમા કરવામાં આવશે. યુ.પી. સરકારે ૩૬ હજાર કરોડ રૂપિયાની દેવા માફી યોજનાની જાહેરાત કરી છે. નરેન્દ્ર મોદી આ યોજનાને તાત્કાલીક અમલમાં મુકી ખેડુતોની આવક બમણી કરવાના વચનને પરિપૂર્ણ કરવા કટિબઘ્ધ થયા છે.

ગયા મંગળવારે નરેન્દ્ર મોદીએ ૪૭ જેટલા આંતર માળખાકીય પ્રોજેકટની ૩૩૮૨ કરોડ રૂપિયાની શરુ કરાયેલી યોજનામાં જળ શુઘ્ધિકરણ લોહતા અને ભંડોઇ અને ભડોઇથી જનદાઇની રેલવે લાઇનને ગેજ રૂપાંતર માટે ૩૫૯ કરોડ રૂપિયાની યોજના સાથે વારાણસીમાં ૩.૩૨ કરોડ અને રેલવેના ૧.૬૦ કરોડના પ્રોજેકટ ને લીલી ઝંડી આપી હતી.

ચૂંટણી નજીક આવતા કમલનાથની મોદીવાળી એમ.પી.ના ખેડૂતોનું ૫૦ હજાર કરોડનું દેણુ માફ થશે

Kamalnath

લોકસભાની ચુંટણી પહેલા ખેડુતોનાં દિલ જીતવા મોદી સરકારે કિશાન સમ્માન યોજનાનો અમલ કર્યો છે જેના પગલે મધ્યપ્રદેશની કમલનાથ સરકારે પણ ખેડુતોને રાજી રાખવા માટે આગામી ૧૫ દિવસમાં રાજયના ૩૦ લાખ ખેડુતોનું ૫૦ હજાર કરોડ રૂપિયાનું દેવુ માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે મધ્યપ્રદેશ વિધાનસભામાં પુછાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં કમલનાથે જણાવ્યું હતું કે, તેમની સરકારે કરેલા વાયદા મુજબ ખેડુતોનું ૨ લાખ સુધીનું દેવુ માફ કરી દેવામાં આવશે અને તો માટે એક સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી ૧૫ દિવસમાં આ યોજના બની ગયા બાદ ખેડુતોનું દેવું માફી કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.