Abtak Media Google News

બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણીએ મુખ્યમંત્રીને કરી રજુઆત

કોરોનાની મહામારી ધંધા-રોજગારને બહુ મોટી અસર કરી છે. લોકડાઉન ખતમ થઈ ગયું અને અનલોક-૪ ચાલુ થયુ છતાં   હજી હજારો  લોકોને છીનવાઈ ગયેલું રોજી  ફરી મળતી થઈ નથી. કલાકારોની જેમ વકીલો પણ છેલ્લા છ મહિનાથી બેકાર બનીને બેઠા છે.

વકીલોને આર્થિક રીતે સહાય કરવા રાજય સરકાર  આત્મનિર્ભર યોજના હેઠળ લોન આપવાની જાહેરાત તો કરી દીધી પરંતુ બેન્કો વકીલોને લોન આપતી ન હોવાની ફરિયાદો બાર એસોસિએશન  સુધી કરવામાં આવી છે. વકીલોને આર્થિક રીતે મદદ કરવા લોન આપવાની માગણી બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યા બાદ રાજય સરકારે આત્મનિર્ભર યોજનામાં લોન આપવામાં વકીલોનો સમાવેશ કર્યો હતો પરંતુ મોટાભાગની બેંકો વકીલોને લોન આપવાનો નનૈયો ભણી રહી છે. રાજકોટ બાર  એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી ના જણાવ્યા મુજબ સરકાર  પરત વકીલે મદદ કરવા તૈયાર છે. પરંતુ બેન્કો અસહકારનું વલણ અપનાવી રહી છે. મોટાભાગની બેન્કો લોન આપવાની ના પાડે છે અને કોઈ એકાદ ન્ક તૈયાર થાય તો મકાનના દસ્તાવેજ વાળા જામીન માનવામાં આવે છે. વકીલો દ્વારા આવી રાવ આવતા આ મુદ્દે મુખ્યમંત્રીને અમે ટૂંક સમયમાં લેખિતમાં રજૂઆત કરીશું.

છેલ્લા છ મહિનાથી અદાલતો બંધ છે અને કોરોનાનો ખતરો હજુ યથાવત છે અને કોરોનાનો ખતરો હજુ યથાવત છે આવા કપરા સમયમાં કયારે અદાલતો શરૂ થશે તે નક્કી નથી. અનેક જુનિયર વકીલો બેકાર બન્યા છે. કેટલાકને તો ઘરનું ગુજરાન કેમ ચલાવવું મુશ્કેલ બન્યું છે.

બાર એસોસિએશનના હોદ્દેદારો ના કહેવા મુજબ રાજકોટમાં કેટલાક વકીલોએ રીક્ષા ચલાવવાનું કામ શરૂ કર્યું છે તો કેટલાક ફ્રીજ, ઇલેક્ટ્રિક સાધનો રીપેરીંગ શરૂ કર્યું છે તો કેટલાકે તો પોતાની પેઢીનાં જુના ધંધામાં ફરી રાજી મેળવી ઘરનું ગુજરાન ચલાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.