Abtak Media Google News

દિલ્હી ખાતે ફોરમમાં બિનાબેન આચાર્યએ રાજકોટની સિદ્ધીઓ વર્ણવી

ગત ૩૦ ઓગષ્ટના રોજ ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી એન્ડ કલાઈમેટ (ગુજરાત) અંતર્ગત ૮ મહાનગરપાલિકાઓએ ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશન યુરોપિયન યુનિયન ઇન્ડિયા (ઊઞ-ઈંઞઈ) અને ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ સાથે ડેપ્યુટી ચીફ મીનીસ્ટર નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને હાલ દિલ્હી ખાતે ફોરમનું આયોજન કરાયું છે. જેમાં મેયર બિનાબેન આચાર્યએ ભાગ લીધો હતો.

આ ફોરમમાં મેયર બિનાબેન આચાર્યએ, રાજકોટ શહેરે કલાઈમેટ ચેન્જ અને એનર્જીની દિશામાં લીધેલ વિવિધ કામગીરી અંગે રાજકોટ શહેરને મળેલ વિવિધ નેશનલ તથા ઇન્ટરનેશનલ સિધ્ધિઓ વિશે ચર્ચા કરી હતી. વિશેષમાં, રાજકોટ શહેરના ક્લાઈમેટ રેજીલીયન્ટ શહેર બનવાની દિશામાં આગળ વધવાના સતત પ્રયત્નોને કારણે રાજકોટ શહેરને વિવિધ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન જેમકે, ઇકલી સાઉથ એશિયા (ICLEI) સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન (SDC), UNEP, GIZ, EU, IUC, WWF વિગેરે દ્વારા ટેકનીકલ અને ફાઇનાન્સીયલ સપોર્ટ મળી રહેલ છે.

તેમજ રાજકોટ શહેરના વિવિધ પ્રયાસને કારણે વર્ષ ૨૦૧૭માં યુરોપિયન યુનિયન દ્વારા ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી એન્ડ કલાઈમેટ, જેમાં કુલ ૭,૧૦૦ શહેરને ક્લાઈમેટ ચેન્જની દિશામાં આગળ વધવા માટે એડવાઈઝરી બોર્ડની સ્થાપના કરવામાં આવેલ, જેમાં યુનાઈટેડ નેશનના સેક્રેટરી જનરલના સ્પેશિયલ એન્વોઈ સાથે વિશ્વમાંથી કુલ ૮ લોકોની બોર્ડ ઓફ એડવાઈઝરીમાં મેમ્બર્સ તરીકે નિમણુંક થયેલ જેમાંથી એક માત્ર રાજકોટ મેયરનો સમાવેશ થયેલ હતો.

ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી એન્ડ ક્લાઈમેટ (ઇન્ડિયા)  અંતર્ગત વર્ષ ૨૦૧૮માં યોજાયેલ વર્કશોપમાં ક્લાઈમેટ અને એનર્જી સેવિંગ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવેલ. જેમાં પણ રાજકોટ શહેરએ ઇન્ડિયાના મોડેલ સિટી તરીકે પ્રતિનિધિત્વ કરેલ.

આ ફોરમમાં મેયર બિનાબેન આચાર્યએ રાજકોટ શહેરની ક્લાઈમેટ રેજીલીયન્ટ શહેર બનવાની દિશામાં આગળ વધવા કરેલ પ્રયત્નો અંગે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ દ્વારા નોંધ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.