Abtak Media Google News

શ્રીમતી ઈંદિરા ગાંધી આ દેશના પ્રતિભાવંત વડાપ્રધાન હતા અને તેમના કોંગ્રેસ પક્ષમાં સર્વેસર્વા હતા. તે વખતે કોંગ્રેસ પક્ષના નેતાએ તેમની ચાપલુશીસમા એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે, ‘ઈન્દિરા ઈઝ ઈન્ડીઆ એન્ડ ઈન્ડીઆ ઈઝ ઈન્દીરા’

તેમના આ વિધાને ભારતના રાજકારણમાં જબરી હલચલ મચાવી હતી…

એ પહેલા ઘણા વર્ષો અગાઉ મહામુત્સદી અને અજોડ રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણકયે એવી લાલબત્તી ધરી હતી કે, જે દેશમાં એકાધિકારવાદ, વ્યકિતપૂજા, વ્યકિતરાજ અને આપખુદ શાસન પ્રવર્તે છે તે દેશની નિજી તેજસ્વિતા તથા આગવી મહત્તા પ્રભુતા ક્ષીણ થતા જાય છે. અને સરવાળે એનું અધ:પતન અને વિનિપાત થાય છે.

કોઈપણ દેશ માટે, કોઈપણ દેશકાળમાં આ વાત લાગૂ પડે છે અને ઈતિહાસ એનો સાક્ષી છે.

સ્વામિ વિવેકાનંદે કેટલુ સાચુ ઉપદેશ્યું છે કે, ભારતના ભૂતકાળને ઘેર ઘેર પહોચાડવાનું કામ કરશે, તે પ્રજાનો મહાન કલ્યાણકર્તા હશે.

તેમણે એમ પણ કહ્યું છે કે ભારતની જીવનશકિત ધર્મમાં રહેલી છે. અને જયાં સુધી હિન્દુ પ્રજા પોતાના પૂર્વજોનો મહાન વારસો ભૂલશે નહિ ત્યાં સુધી પૃથ્વીના પટ પર એવી કોઈપણ તાકાત નથી કે જે ઘર ઘરને આંગણે પહોચાડવાનો પ્રયત્ન કરશે તે આપ્રજાનો મહાન કલ્યાણકર્તા, હિતકર્તા અને શુભકર્તા હશે.

આપણા દેશમાં સવા અબજ જેટલી વસ્તીમાંથી કેટલા હિન્દુઓ અત્યારે ભારતના ભૂતકાળને ઘેરઘેર પહોચાડવાનું કામ કરે છે, જે આ દેશ માટે કલ્યાણકર્તા, હિતકર્તા અને શુભકર્તા બનતા હોય ?

આ સવાલ અત્યંત મહત્વનો તથશ મહિમાભીનો છે, પરંતુ એનો જવાબ આપણને સૌને નિરાશ કરનારો જ નીવડશે.

આજે આપણા સમાજમાં જયાં જૂઓ ત્યાં અધિકારોની માગ થઈ રહી છે જેમકે માનવ અધિકાર, નારીના અધિકાર, પત્નીના અધિકાર, બાળકોનાં અધિકાર, નોકરીમાં કર્મચારીઓનાં અધિકાર, કિસાનોના અધિકાર, મજૂરો-કામદારોના અધિકાર, શિક્ષણના અધિકાર, વાણી સ્વાતંત્ર્ય અધિકાર પરંતુ તેનો નાશ કરી શકે. આજના જમાનામાં જેઓ સદાય પોતાના ભૂતકાળ તરફ જ જોયા કરે છે, તેમનો સૌ વાંક કાઢે છે. એમ પણ કહેવામાં આવે છે કે, ભારતનાં સહુ દુ:ખોનું કારણ ભૂતકાળ તરફ નજર નાખ્યા કરાય છે. તે છે. ઉલ્ટાનું મને તો એમ લાગે છે કે એથી વિપરિત વાત જ સાચી છે. જયાં સુધી હિન્દુ પ્રજા પોતાના ભૂતકાળને ભૂલી ગઈ હતી ત્યાં સુધી એ મૂર્છિત અવસ્થામાં પડી હતી પરંતુ જયારે તેણે પોતાના ભૂતકાળમાં દ્રષ્ટિ દોડાવવા માંડી, ત્યારે તરત જ જીવનમાં એક નવી જ જાગૃતિ દેખાવા લાગી છે. ખ‚ં તો આ ભૂતકાળમાંથી જ ભવિષ્યનું ધડતર થવાનું છે. આ ભૂતકાળ જ ભાવિ થઈને ઉભો રહેવાનો છે. એટલા માટે હિન્દુઓ પોતાના ભૂતકાળનો જેટલો વધુ અભ્યાસ કરશે તેટલું તેમનું ભાવિ વધુ ઉજજવળ બનશે; અને જે કોઈ આ ભૂતકાળનો સંદેશ પરંતુ, અધિકાર સાથે જુદી જુદી જવાબદારીઓ પણ આવે છે એ વિષે આપણે સતર્ક રહી શકયા નથી. અને અનિવાર્ય જ ગણાય એવી સતર્કતા આપણે કેળવી જ નથી.

આપણો દેશ એક અબજ અને વીસ -પચીસ કરોડની જનસંખ્યા ધરાવે છે. પરંતુ એમાં ૬૫ કરોડ જેટલી જનસંખ્યા તો ગરીબોની છે. અને એમાંના ૨૫-૩૦ કરોડતો કંગાળ અને અત્યંજો-દ્રરિદ્રો અને ક્ષુધાર્તો છે.

ઈશ્ર્વરે સર્જેલા તમામ મનુષ્યો સમાન દરજજાના હોય તો જ દેશની શોભા વધે એ સિધ્ધાંત રાષ્ટ્રસંઘે સ્વીકાર્યો છે.

કમનશીબે એનું ગોઝા‚ ઉલ્લંઘન આપણા દેશમાં પ્રવતે છે. આ દેશમાં ધનપતિઓ મુઠ્ઠીભર છે, ઉચ્ચ કક્ષાના પ્રબુધ્ધો પણ મુઠ્ઠીભર છે. કોઈ કોઈતો એવી ટકોર કરે છે કે, સાચા અર્થમાં, એટલે કે સુવર્ણયુગનું નામનિશાન ન રહ્યુ હોય એ રીતે આ દેશમાં બધુ ઉપરથી ઉજળુ ને અંદરજી પોકળ ચાલે છે બોળી બામણીના ખેતર જેવું !

અહી આપખુદશહી, વ્યકિતવાદ, વ્યકિતપૂજા અને ચાપલુશીરાજ પ્રવર્તે છે.

આ ટીકા આકરી છે.

અહી એવો સવાલો જાગે છે કે, ‘અંધેરી નગરીને ગંડુરાજા’નું રાજ કેવું હશે? ‘કયાં રાજા ભોજ અને કયાં ગંગુ તેલી’ વખતનું રાજ કેવું હશે?

અહી ચાણકયની લાલબત્તી આપણા સત્તાધીશો સમક્ષ ધરવી પડે છે કે, જે દેશમાં આપખુદશાહી, વ્યકિતવાદ, એકજ વ્યકિતની ચાપલુશીસમી વ્યકિત પૂજા અને ‘અજ્ઞાનીઓની બહુમતિની સામે જ્ઞાનીઓની લઘુમતી પાણી ભરે એવું રાજ ચાલે છે.

એ ‘ઈન્દીરા ઈઝ ઈન્ડીઆ અને ઈન્ડીઆ ઈઝ ઈન્દીરા’ના દેશકાળનાં પુનરાવર્તનની ચાડી ખાય છે. અને ચાણકયની લાલબત્તીની યાદ આપે છે!

આપણો દેશ એક એકથી ચઢે એવા અભૂતપૂર્વ પડકારોથી ઘેરાયેલો છે.

બેંકોને લગતી સમસ્યાઓ, પાકિસ્તાન દ્વારા ઉભા કરાતા સંકટો, આર્થિક મંદીનાં ઘોડાપૂરની રાક્ષસી વિમાસણ અને ઓછામાં પૂ‚ બેંકોમાં છેતરપીંડીનું સામાજય આ દેશના ઉજળા ભવિષ્યના અરમાનની સામે ડોળા ફાડીને ઉભા છે.

તા.ક. રાજસત્તા અને ધર્મસત્તા બંનેએ આમાં સામેલ થવાનું છે કારણ કે આ દેશ બંનેનો છે. બંને એના ઋણી છે. દેશને સુવર્ણયુગમાં લઈ જવાની જવાબદારી પણ બંનેની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.