Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નમો એપની મદદથી દેશભરના ડિજિટલ ઈન્ડિયાના લાભાર્થીઓને સંબોધિત કર્યાં. આ દરમિયાન તેઓએ કહ્યું કે ડિજિટલ ઈન્ડિયાનો પહેલેથી જ સંકલ્પ રહ્યો છે કે દેશના સામાન્ય વ્યક્તિ, યુવાનો, ગ્રામીણોને ડિજિટલ સાથે જોડવા, તેઓને ડિજિટલ સશક્ત કરવા. મોદીએ કહ્યું કે છેલ્લાં 4 વર્ષમાં અમે ડિજિટલ સશક્તિકરણના દરેક પાસા પર વિશેષ ધ્યાન આપ્યું છે. તેના માટે લગભગ ત્રણ લાખ કોમન સર્વિસ સેન્ટર પણ ખોલવામા આવ્યાં છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સ્કૂલમાં ભણતા બાળકો માત્ર સ્કૂલમાં ભણાવાતા પુસ્તક પૂરતાં જ સીમિત નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયાની મદદથી ઈન્ટરનેટના માધ્યમથી કોઈપણ પુસ્તકોને વાંચી શકે છે.પહેલાં આ વાતની કલ્પના હતી કે રેલવે ટિકિટ લાઈનમાં ઊભા રહ્યાં વિના બુક થઈ શકે છે કે પછી રસોઈ ગેસ કલાકો લાઈનમાં ઊભા રહ્યાં વિના મળી શકે છે. પરંતુ હવે ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી આ શક્ય બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.