Abtak Media Google News

ભારત અને યુએઈ વચ્ચે આર્થિક સંબંધ વધુ મજબુત બનશે. વડાપ્રધાન મોદીની બે દિવસની દુબઈ યાત્રાની આ ફલશ્રુતિ છે. વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ભારત-યુએઈ વચ્ચે ૩૫૦૦૦ કરોડ રૂપિયાના વેપાર થયા હતા. વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં બોલતા પીએમ મોદીએ એકવાર ફરી નવા મંત્રથી દુનિયાની પરિચિતિ કરાવી છે. અલગ અલગ શબ્દોના પહેલા અક્ષરને જોડીને પોતાની વાત કહેવામાં નિપુણ પી.એમ. મોદીએ આ વખતે ૬આરનો મંત્ર આપ્યો છે. પી.એમ મોદી સતત વિકાસના સંદર્ભમાં બોલતા કહ્યું કે, આજના સમયમાં આ માર્ગમાં છ મહત્વપૂર્ણ પગલા છે. પીએમ મોદીએ ૬ આર એટલે કે રિડયુ, રિયુઝ, રિસાઈકલ, રિકવર, રિડિઝાઈન અને રીમેન્યુફેકચરની વાત કરી. પીએમએ કહ્યું કે, આ છ પગલાથી આપણે લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ તે રિજોઈસ એટલે કે આનંદ હશે.

વર્લ્ડ ગવર્મેન્ટ સમિતમાં મુખ્ય અતિથિ તરીકે

પીએમ મોદીએ કહ્યું કે, વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવું માત્ર મારા માટે નહીં પરંતુ ૧૨૫ ભારતીયો માટે ગર્વની વાત છે. પીએમએ કહ્યું, યુએઈમાં ૩૩ લાખ ભારતીયોને પોતાનુંપણુ મળ્યું છે, આ માટે ભારત તમારો આભારી છે. પ્રધાનમંત્રી મોદીએ દુબઈને દુનિયાનું ઉદાહરણ બતાવતા કહ્યું કે, ઉધોગોએ એક રણ વિસ્તારને બદલી નાખ્યો, આ ચમત્કાર છે. પીએમે કહ્યું કે વિકાસ માટે ટેકનિકના ઉપયોગમાં દુબઈ ખુબ આગળ છે. આજે દુબઈ આગળ વધી રહ્યું છે તો તેની પાછળ તેનો સંકલ્પ છે. યુએઈએ સફળ પ્રયોગોને લેબ સુધી સિમીત રહેવા નથી દીધી.

ટેકનોલોજીની આડેધડ ઉપયોગ પર ચેતવ્યા

જોકે પીએમ મોદીએ ટેકનિકના આડેધડ ઉપયોગથી વધી રહેલા સંકટ તરફ પણ ઈશારો કર્યો. મિસાઈલ અને બોમ્બના નિર્માણમાં વૈશ્ર્વિક રૂપથી વધતા રોકાણ પર ચિંતા દર્શાવતા પીએમએ ટેકનિકનો દુરુપયોગ પ્રત્યે ચેતવતા કહ્યું કે તેનો ઉપયોગ વિકાસ માટે થવો જોઈએ. વિનાશ માટે નહીં. પીએમએ કહ્યું કે, કયારે-કયારે લાગે છે કે માનવ ટેકનોલોજીનો પ્રકૃતિ પર વિજયનો જ નહીં પરંતુ તેના સંઘર્ષના સાધનો બનાવવાની ભુલ કરી રહ્યો છે. તેની ખુબ મોટી કિંમત ચુકવવી પડશે. માનવતાના ભવિષ્ય માટે આપણે પ્રકૃતિ સાથે સંઘર્ષ નહીં, સહજીવનનો રસ્તો જોઈએ.

આજના માનવી સામે છે આ પ્રશ્ર્નો

પીએમએ એક રીતે સતત વિકાસના નિશ્ર્ચય પર જોર આપતા કહ્યું કે, તમામ વિકાસ છતાં અમે આજે પણ ગરીબી અને કુપોષણને ખતમ નથી કરી શકયા. કેટલાક લોકોના સાઈબર સ્પેસને કટ્ટર બનાવવાના પ્રયાસ વિશે પણ તેમણે ચિંતા દર્શાવી. પી.એમ.એ. ખાસ કરીને આતંકી ગ્રુપો દ્વારા ઈન્ટરનેટનો ઉપયોગ કરીને ઓનલાઈન જેહાદીઓની ભરતી તરફ હતો. તેમણે આગળ કહ્યું, આજે આપણી સામે ગરીબી, બેરોજગારી, એજયુકેશન, હાઉસિંગ અને તમામ માનવ વિપતિઓ સામે જોડાયેલા પ્રશ્ર્નો છે.

ભારતના સ્પેસ પ્રોગ્રામે બનાવી સેન્ચુરી

પીએમએ કહ્યું, પાછલા મહિને ભારતના સ્પેસ પ્રોગ્રામે સેન્ચુરી બનાવી છે. ભારતના માર્સ મિશન હોલિવુડ ફિલ્મની કિંમતમાં પુરુ થયું છે. માર્સ મિશનની કિંમત માત્ર ૭ રૂપિયા પ્રતિ કિમી રહી છે. મોદીએ કહ્યું આંતરરાષ્ટ્રીય પાર્ટનરશીપમાં અમે ન્યુ ઈન્ડિયાનું સપનું સાકાર કરીશું. વસુધૈવ કુટુમ્બકમ ભારતની ફિલસુફી રહી છે. સૌનો સાથ સૌનો વિકાસ અમારા માટે વૈશ્ર્વિક સ્તર પર પણ લાગુ પડે છે.

દુનિયાની સૌથી ઉંચી હોટલ ખુલ્લી મુકાઇ

દુબઈમાં દુનિયાની સૌથી ઉંચી હોટલ ગેવોરા હોટલ ખુલી છે. આ હોટલ ૭૫ માળની છે. દુબઈની ૪ જે.ડબલ્યુ મેરીયોટ માર્કિસ ગેવોરા હોટલથી માત્ર ૧ મિનિટ ટુંકી છે. દુંબઈમાં દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલિફા છે હવે સૌથી ઉંચી હોટલ અહીં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.