Abtak Media Google News

ભારતનાં ૧૮૩ રન સામે વેસ્ટ ઇન્ડિઝ માત્ર ૧૪૦ રનમાંં ઓલઆઉટ થઇ: ટીમ ઇન્ડિયા તરફથી મદનલાલે ૩૧ રનમાં ૩ વિકેટ, અમરનાથે ૧ર રનમાં ૩ વિકેટ તથા સંધુએ ૩ર રનમાં ર વિકેટ ઝડપી હતી: ૧૯૮૩ની ઐતિહાસિક જીત બાદ ૨૮ વર્ષ પછી ૨૦૧૧માં ભારત વર્લ્ડકપ જીત્યું

૧૯૭૫માં ઇંગ્લેન્ડને પ્રથમ વિશ્વકપની યજમાની કરવાની તક મળી, જેમાં વેસ્ટ ઇન્ડિઝ વિશ્વકપ જીત્યું હતું. અત્યાર સુધી ૧૧ વિશ્વકપ રમાઇ ચુકયા  છે, જેમાં પાંચ ટીમો વિજેતા બની છે. ૧૯૭૫માં વેસ્ટ ઇન્ડિઝની ટીમે કલાઇવ લોયડની આગેવાનીમાં લોર્ડસના મેદાનમાં ઓસ્ટ્રેલિયાને ૧૭ રનથી પરાજય આપ્યો હતો. ૧૯૭૯માં ફરી વેસ્ટ ઇન્ડિઝે કેપ્ટન લોઇડની આગેવાનીમાં ઇગ્લેન્ડ ને ૯ર રનથી હરાવીને બીજી વાર સતત વિશ્વ વિજેતા બની હતી.

૧૯૮૩માં કપિલ દેવની આગેવાનીમાં ભારતે ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો. બે વખતની વિશ્વ વિજેતા વેસ્ટ ઇન્ડિઝને ફાઇનલમાં હરાવીને પ્રથમવાર વિશ્વ વિજેતા બની હતી. ત્યારે ૬૦ ઓવરની વન-ડે મેચ રમાતી હતી. ભારતે માત્ર ૧૮૩ રન બનાવ્યા હતા. વળતા જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ માત્ર ૧૪૦ રનમાં ઓલ આઉટ થતાં ૪૩ રનથી મુકાબલો જીતેને ઇતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમમાં કપિલ દેવ, મદનલાલ, રોજર બીન્ની, મોહિન્દર અમરનાથ, કિર્તિ આઝાદ જેવા ઓલ રાઉન્ડરો હતા જેને ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને ધુળ ચાટતું કરી દીધું હતું. ફાઇનલમાં મદનલાલ, અમરનાથે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી તો બલવીન્દર સંધુએ બે વિકેટ ઝડપીને મેચનું પાસુ પલ્ટી નાખ્યું હતું. મોહિન્દર અમરનાથ ફાઇનલ મેચનો ‘મેન ઓફ ધ મેચ’ થયેલ, મેચમાં રિચર્ડે ર૮ બોલમાં ૩૩ રન કર્યા જેનો કેચ કપિલદેવ લાંબી રનીંગ કરીને આબાદ કેચ ઝડપ્યો હતો. ભારતી ઓપનર શ્રીકાંતે તડાફડી કરીને ૩૮ દડામાં ૩૪ રન બનાવ્યા હતા. આ વર્લ્ડકપની યાત્રામાં ભારત ઝિમ્બાવે સામે જ નિકળી જાત જેમાં પાંચ વિકેટ પડી ગઇને કપિલ દેવે અણનમ ૧૭૫ રન બનાવીને જીતનો ફાઇનલ રાહ આસાન કર્યો હતો.

૧૯૮૭માં પાકિસ્તાનમાં યોજાયેલ વિશ્વકપમાં ઓસ્ટ્રેલીયાએ ફાઇનલમાં ઇગ્લેન્ડને હરાવીને ૭ રન વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલીયા પ્રથમવાર વિશ્વ વિજેતા બની હતી. ૧૯૮૭ માં વર્લ્ડકપથી પ૦ ઓવરની વન-ડે ની શરૂઆત કરાય હતી.

૧૯૯૨ના વિશ્વકપમાં દરેક ટીમો પ્રથમવાર રંગીન ડ્રેસમાં ઉતરી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો પ્રતિબંધ હટયો અને ટીમ પ્રથમવાર મેદાનમાં ઉતરી ઇમરાનખાનની આગેવાનીમાં પાકિસ્તાને ફાઇનલમાં ઇગ્લેન્ડને રર રનથી હરાવીને પ્રથમવાર ટીમ ચેમ્પિયન બની હતી. ૧૯૯૬માં રણતુંગાની આગેવાનીમાં શ્રીલંકાએ ટાઇટલ કબ્જે કર્યુ. શ્રીલંકા પ્રથમવાર ફાઇનલમાં પહોચ્યું ને ઓસ્ટ્રેલિયા ને સાત વિકેટે પરાજય આપ્યો હતો.

107520839 Gettyimages 1074311526

૧૯૯૯માં એલન બોર્ડર બાદ સ્ટીવ વોની રાહબરીમાં ઓસ્ટ્રેલીયાએ બીજીવાર વર્લ્ડકપ જીત્યો જેમાં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો ટાઇ થયો પણ સારી રન રેટથી ફાઇનલમાં પહોંચેલી કાંગારૂ ટીમે પાકિસ્તાન પર એક તરફી જીત મેળવી હતી.

૨૦૦૩માં ભારતને હરાવી ઓસ્ટ્રેલીયાએ સતત ત્રીજીવાર વિશ્વકપનું ટાઇટલ પોતાના નામે કર્યુ. સૌરવ ગાંગુલીની આગેવાનીમાં સચિન, સેહવાગ, દ્રવિડ અને ઝહીરખાન જેવા દિગ્ગજોથી ભરેલી ભારતીટ ક્રિકેટ ટીમને ૧રપ રનથી હાર મળી, અને બીજી વખત વિશ્વ વિજેતા બનવાનું ભારનું સ્વપ્ન તુટી ગયું હતું. ૨૦૦૭માં ઓસ્ટ્રેલીયા સતત ત્રીજીવાર ચેમ્પિયન થયું. જેમાં રીકી પોઇન્ટીંગની આગેવાનીમાં શ્રીલંકા ને પ૨ રનથી હરાવીને ટાઇટલની હેટ્રીક કરી સતત ત્રણ વર્લ્ડકપ વિજેતા બનનાર ઓસ્ટે્રલીયા વિશ્વની પ્રથમ ટીમ બની હતી. ૨૦૦૭ની કડવી યાદો ભૂલી ૨૦૧૧માં ભારતમાં રમાયેલ વિશ્વકપમાં શ્રીલંકા સામેની ફાઇનલમાં ધોનીએ વિજયી છગ્ગો ફટકારીને ૬ વિકેટથી જીત મેળવી હતી. આ સાથે ભારતે ૧૯૮૩ બાદ ર૮ વર્ષ પછી વિશ્વકપ પર કબ્જો કર્યો હતો.

૨૦૧૫માં કર્લાકની આગેવાનીમાં ઓસ્ટ્રેલીયાએ રેકોર્ડ બ્રેક પાંચમી વખત વિશ્વ કપનો તાજ જીત્યો હતો. ૨૦૧૫નો વર્લ્ડકપ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયાની સંયુકત યજમાનીમાં યોજાયો હતો. મેલબોર્ન ખાતે પાંચમી વખત વર્લ્ડ ટાઇટલ પોતાના નામે કરેલ હતું. ૨૦૧૧ના વર્લ્ડ કપ વિજેતા ભારતે એક દશકાથી વધુ જુના વર્ચસ્વ ધરાવતા ઓસ્ટ્રેલીયાને ધોનીની ટીમ ઇન્ડીયાએ તોડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.