Abtak Media Google News

વર્ષ ૧૯૭૫, ૧૯૮૮, ૨૦૦૦ અને ૨૦૦૫માં એનપીએફના રિપોર્ટમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રીત કરાયું જેથી ભાર વિનાનુ ભણતર સુત્ર સાર્થક કરી શકાય: ૧૪ વર્ષ બાદ એનસીઈઆરટીએ પાઠય પુસ્તક અને અભ્યાસક્રમોની સમીક્ષા કરી

નેશનલ કરીકયુલમ ફ્રેમવર્ક (એનસીએફ)ની સમીક્ષા જલ્દી કરવામાં આવશે જેથી શિક્ષણના સ્તરમાં સુધારો કરી શકાય. આ વર્ષે જ શિક્ષણમાં અમુલ્ય પરિવર્તન આવશે અને કેન્દ્ર શિક્ષણ બોર્ડ દ્વારા વન નેશન તરફ પ્રયાસ હાથ ધરાશે.

એનસીઈઆરટીના નિયામક ઋષિકેશ સેનાપતીએ જણાવ્યું હતું કે, એનસીએફની સમીક્ષાની કામગીરી પૂર્ણ થવાના આરે છે. એનસીએફ સમગ્ર દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા સુચન કર્યું છે. સ્કૂલના કોર્ષ બનાવવા અને પાઠય પુસ્તકના નવા અભ્યાસક્રમોની રૂપરેખા આપશે. વર્ષ ૧૯૭૫, ૧૯૮૮, ૨૦૦૦ અને ૨૦૦૫માં બહાર પાડેલુ એનસીએફના રિપોર્ટમાં શિક્ષકોએ વિદ્યાર્થી પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું. જેથી ભાર વિનાનુ ભણતર સુત્રને સાર્થક કરી શકાય અને હવે ૧૪ વર્ષ પછી એનસીઈઆરટી નવા અભ્યાસક્રમ અને પાઠય પુસ્તકોની સમીક્ષા કરી છે.

સમાજમાં શિક્ષણનું સ્તર સુધારવું ખુબજ જરૂરી બન્યું છે અને હવે દેશમાં એક જ અભિયાનક્રમો લાગુ પડવાનો પ્રયાસ કરાયો છે.મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ નવા અભ્યાસક્રમો અને નવી પેપર સ્ટાઈલની જાહેરાત કરવામાં આવશે. છેલ્લા એક વર્ષમાં એક લાખ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના રિવ્યુ લીધા બાદ આ તમામ પાસાઓનું વિશલેષણ કરવામાં આવ્યું છે અને આ સમગ્ર પ્રક્રિયા એક વર્ષ લાંબી હતી.

ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં એનસીઈઆરટી ૪૨ લાખ સરકારી સ્કૂલોમાં શિક્ષકો માટે મોટા-મોટા ટ્રેનીંગ પ્રોગ્રામ કરવાનું પણ વિચારી રહી છે. કાઉન્સીલ બેઠક દ્વારા ત્રિપુરામાં આવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ૩૧૦૦૦ શિક્ષકોને ટ્રેનીંગ દેવામાં આવી હતી. ૨૦૧૭ના નેશનલ અચીવમેન્ટ સર્વેમાંથી ઉચ્ચ વર્ગમાં પહોંચ્યા હોવાથી અધ્યયન પરિણામો ઘટતા જોવા મળ્યા છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રો.યશપાલની આગેવાની હેઠળની સમીતી દ્વારા ૨૦૦૫માં અભ્યાસક્રમ હાથ ધરવામાં આવ્યું હતો જે આનંદદાયક અનુભવ શિખવવા માટે પ્રોત્સાહિત કરે છે. ૧૯૮૬-૧૯૯૨ની રાષ્ટ્રીય નીતિ અને રાષ્ટ્રીય જુથોની પોજીશન પેપરમાં ભલામણો હતી જેમાં દરેક સંશોધન આધારીત અભ્યાસક્રમો બનાવાયા હતા જે હાલના જ્ઞાન અને ક્ષેત્રની વાસ્તવિકતાની વ્યાપક સમીક્ષા પૂરી પાડે છે અને હવે સમગ્ર દેશમાં વન નેશન શિક્ષણ તરફ પ્રયાણ કરવાનો એનસી ઈ આર ટી નો પ્રયાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.