Abtak Media Google News

રાજ્યમાં હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોય ભેજવાળા વાતાવરણના કારણે શરદી, ઉધરસ તથા સીઝનલ ફ્લુની બીમારીની શકયતા હોય આ પ્રકારનો હવાજન્ય રોગચાળો ના ફેલાય અને લોકોની આરોગ્ય સુખાકારી જળવાય રહે તે માટે સાવધાની રાખવી ખુબજ જરૂરી છે. સીઝનલ ફલુથી લોકોએ ગભરાવાની ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી, પરંતુ આપ સીઝનલ ફ્લુ થયેલા દર્દીના સંપર્કમાં આવ્યા હોય અને શંકાસ્પદ સીઝનલ ફ્લુના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

હાલમાં જામનગર જિલ્લામાં સીઝનલ ફલુનો એક પણ કેશ નોંધાયેલ નથી, પરંતુ સાવધાની રાખવી ખુબજ જરૂરી છે, તે ઉપરાંત સીઝનલ ફ્લુ અંગે સતત સર્વેલન્સ કરી વિગતવાર આરોગ્ય શિક્ષણ આરોગ્ય વિભાગ દ્વારા પુરૂ પાડવામાં આવે છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત જામનગરની યાદીમાં જણાવાયુ છે. જાહેર જનતાએ નીચે મુજબના સુચનો ધ્યાને લેવા અપીલ કરવામાં આવે છે.

 ઉધરસ કે છીંક આવે ત્યારે તમારૂ મોઢુ અને નાક રૂમાલ કે કપડાથી ઢાંકો

 નાક, આંખ કે મોઢાને અડકતા પહેલા અને પછી તમારા હાથ વારંવાર ધોવા

 ભીડભાડ વાળી જગ્યાઓથી દુર રહેવુ.

 અફવાઓ અને ગેરસમજવાળા સંદેશાઓથી દુર રહેવુ.

 તાવ, ઉધરસ, ગળુ ખરાબ કે શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તુરંત ડોકટરને બતાવવુ.

 બાળકો, વૃધ્ધો અને સગર્ભા માતાઓની ખાસ સંભાળ લેવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.