‘આત્મનિર્ભર ભારત અભિયાન’માં નારી શકિતની મહત્વની ભૂમિકા: મોદી

દુર્ગાપૂજાના પર્વને એકતા પર્વ ગણાવી પીએમ મોદીનું સંબોધન: દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્ર્વાસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નવો મંત્ર

ગુજરાતમાં આગામી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચુંટણી તો બિહારની વિધાનસભાની ચુંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ દરેક બુથ પર પ્રભાવી ઢંગથી પહોંચવાનો તખ્તો તૈયાર કરી લીધો છે. આ જ તૈયારીને આગળ ધપાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ર્ચિમ બંગાળના દુર્ગા પુજાના પર્વ પર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લાઈવ થઈ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ લાઈવ પ્રસારણને બિહાર રાજયની તમામ ૨૯૪ વિધાનસભા ક્ષેત્રના ૭૮૦૦૦ પોલિંગ બુથ પર નિહાળવામાં આવ્યું હતું. આ સાથે ગુજરાત સહિત દેશભરમાં આ રીતે આયોજન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આત્મનિર્ભર ભારત અભિયાન, નારી સશકિતકરણ અને બળાત્કારના ગુનાઓ વિરુઘ્ધ કડક સજાના ફરમાન સાથે દેશને આજ નવો મંત્ર આપ્યો હતો. જે છે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્ર્વાસ. આત્મનિર્ભર ભારત અભિયાનમાં નારી શકિતની મોટી ભૂમિકા હોવાનું પણ પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું.

સંબોધનની શ‚આતમાં વડાપ્રધાને દેશવાસીઓને દુર્ગાપૂજાની શુભકામના પાઠવી દેશની આઝાદીમાં અહમ ભૂમિકા ભજવનાર ક્રાંતિકારીઓને યાદ કર્યા હતા. દુર્ગાપુજાના પર્વને એકતા પર્વ ગણાવી તેમણે કહ્યું કે, કોરોનાને લીધે અસર જ‚ર પડી છે પણ માં દુર્ગા પ્રત્યેની દિવ્યતા અને ભવ્યતા હતી એમ જ છે.

માસ્ક પહેરી સામાજીક અંતર જાળવી દુર્ગા પુજાનો પર્વ મનાવવા અપીલ કરી હતી. તેમણે બકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, રવિન્દ્રનાથ ટાગોરને યાદ કરી કહ્યું કે તેમના સંદેશથી જ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ મજબુત બન્યો છે. નારી સશકિતકરણ વિશે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષાને લઈ સરકાર સજાગ છે. બળાત્કારીઓને કડક સજા ફટકારવા સરકારે કાયદાઓમાં ફેરફાર કર્યા છે. બળાત્કારીને મૃત્યુદંડની સજા ફટકારવા જોગવાઈ કરાઈ છે.

વડાપ્રધાને કહ્યું કે, ભારતને આત્મનિર્ભર બનાવવાના અભિયાનમાં નારી શકિતનો મોટો ફાળો મળી રહ્યો છે. દરેક ક્ષેત્રે મહિલાઓ સ્વાવલંબી બની છે. બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન, ત્રિપલ તલાક કાનુન, ઉજવલા યોજના, ગર્ભાવસ્થા દરમિયાન મફત ચેકઅપ, મેટર્નીટી લીવ, જનધન યોજના અંતર્ગત કરોડો મહિલાને લાભ વગેરે જેવી યોજનાઓ દ્વારા સ્ત્રી સશકિતકરણ માટે સરકાર દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે.

Loading...