Abtak Media Google News

દરરોજ હુંફાળા પાણીથી સ્નાન કરવુ દીર્ધાષ્યુ માટે ખુબ ફાયદાકારક

શેક પંચકર્મનું અખૂટ અને અવિભાજય અંગ છે. શેક એટલે શરીરમાં અપાતી એક પ્રકારની ગરમી આયુવેદીક શેક અલગ અલગ પ્રકારે આપવામાં આવે છે. આ અંગે શ્રી વી.એમ. મહેતા ઇન્સ્ટીયુટી ઓફ આયુર્વેદ આસી. પ્રો. શ્રીજી માવાણી જણાવે છે કે આયુર્વેદમાં ખાસ દિનચર્યામાં શેક લેવાનું જણાવાયું છે. એકસસાઇઝથી શરીરમાં પરસેવો વળે છે જે પણ એક પ્રકારનો શેક છે. બીજુ તડકો, તડકો પણ એક પ્રકારનો શેક છે. પરંતુ શેક કયારે અને કેટલી માત્રામાં લેવા તેની વેદકીય સલાહ લેવા આવશ્યક છે.

બંધ બારણાવાળી હુંફાળી જગ્યામાં રહેવાનું ત્યાં સીધા પવનના સંપકમાં આવવાનું હોતું નથી તે પણ શેકનો એક પ્રકાર છે. આ ઉપરાંત સૂકી રેતી, ગોબર, વનસ્પતિના પાંદડા, ધાન્ય વગેરે શેક પણ શરીર માટે ફાયદાકારક છે. ઉ૫રોકત તમામ શેક દર્દીઓના રોગ અને જરુરીયાત મુજબ લેવાના હોય છે. ઇંડાઓને ફ્રાય કરીને પણ દર્દીઓ શેક લેતા હોય છે. રેતીની પોટલીનો શેક જકડાઇ ગયેલા અંગો માટે ફાયદકારક છે. વ્યાયામ પણ એક શેક છે આ ઉપરાંત પ્રવાહી શેક જેમાં ગરમપાણી, ઉકાળો, ગૌ મૂત્ર, દુધ, ઘી, તેલ વગેર ઉપયોગમાં લઇ શકાય છે.

કોઇપણ શેકની સમયમર્યાદા નિશ્ર્ચિત હોતી નથી. સુંઠ, કરંજના બી વગેરેને વાટીને લેપ કરીને શેક લઇ શકા તો જે તે અંગમાં સોજો કે હાથ-પગ જકડાઇ ગયા હોય ત્યારે ધાન્યનો શેક જેમાં અડદ-ચોખા બાફી તેમાં નમક, લીંબુ, છાશ જેવા દ્રવ્યો ઉમેરી શેક આપવામાં આવે છે. શેક લેતી વખતે અનેક પરેજીઓ પાડવી પડે છે જેમ કે  આખા શરીરમાં શેક લેવાની પ્રક્રિયા હોય ત્યારે ઠંડા વાતાવરણમાં ન જવું, પંખા નીચે ન બેસવું, આંખોને જેવા નાજુક અંગોને કપડાથી ઢાંકવું

સાંધાના ધસારાની તકલીફમાં કાર્યક્ષમતા યોગ્ય જળવાઇ રહે તે માટે માલીક સાથે પોટલીનો શેક લઇ શકાય, અંતે દરેક લોકોની પ્રકૃતિ અલગ અલગ હોય ત્યારે રોગ અનુસાર શેક લેવામાં વેદકિય સલાહ લેવી જરુરી નહિ અતિ આવશ્યક છે. દરરોજ હુંફાળા કે ગરમ પાણીથી ન્હાવુ લાંબા આયુષ્ય માટે ખુબ ફાયદાકારક હોવાનું શ્રીજી માવાણીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.