ઇમ્પોર્ટ ડયુટી, ઇન્કમટેકસ અને જીએસટીમાં રાહત આપવી જરૂરી: લાલજીભાઇ બારસીયા

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

એન્ડોક લાઇફેકેર પ્રા.લી. ના ડીરેકટર લાલજીભાઇ બારસીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે લોકડાઉન પહેલા અમારી ફાર્મા કંપની એન્ટી ડાયરેરીયલ ડ્રગ ઓનીડાઝોલ બનાવતી ભારતની સૌથી મોટી મેન્યુકચર છીએ.

ચોમાસામાં અમારી દવાની વધારે જરૂર પડતની હોય લોકડાઉન પહેલા કંપની ફુલ ફલેગમાં ચાલતી હતી. લોકડાઉન બાદ હાલમાં અમારી દવા બનાવવામાં જે રો-મટીરીયલ વપરાય છે તે ચીનથી આવે છે. ચીનની કંપની હાલમાં તેમના રો-મટીરીયલનો ભાવ વધારો માંગે છે. પેમેન્ટ કંડીશનમાં પણ કડક વલણ અપનાવ્યું છે.  પહેલા ૯૦ દિવસની પેમેન્ટ ક્રેડીટ આપતા હતા. હવે એબીસી પેમેન્ટ માંગે છે. અમારી પાસે છ મહિનાનો રો-મટીરીયલનો ઇન્વેનસ્રી સ્ટોક હોય છે. ધીમે ધીમે ઓછો થઇ રહ્યો છે. ફાયનાન્સીયલ લીકવીડીટનો પ્રશ્ર્ન મોટો છે સી.સી. યુઝ કરીએ છીએ દર મહિને વ્યાજ કપાઇ જાય છે જેમાં ફાયદો આપવો જોઇએ જે ઇમ્પોર્ટ ડયુટી છે જેમાં પણ ફાયદો કરી આપવો જોઇએ ઇન્કમ ટેકસ અને જીવન જરૂરી વસ્તુમાં લાગતા જીએસટી ટેકસમાં રાહત આપવી જોઇએ.

Loading...