Abtak Media Google News

અધિકારીઓ દ્વારા દિવ્યાંગ બાળકો અને વાલીઓને વિશેષ માર્ગદર્શન પણ અપાયું

સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર પ્રેરિત  અને એસ.એસ.એ રાજકોટ ના માર્ગદર્શન હેઠળ યુ.ડી.આઈ.ડી. અંતર્ગત મેડિકલ કેમ્પ બીઆરસી ભવન કોઠારીયા ખાતે યોજાયો જેમાં તાલુકાની પ્રાથમિક શાળામાં  અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો જેવાકે હલન ચલનની ખામી, માનસિક ક્ષમતા, અંધત્વ/અલ્પ દ્રષ્ટિ જેવી વિકલાંગતા ધરાવતા બાળકો ને જે તે અક્ષમતા ના નિષ્ણાત ડોક્ટરની ટિમ દ્વારા એસેસમેન્ટ કરી બાળકની અક્ષમતા મુજબ સ્થળ ઉપર જ મેડિકલ સર્ટી વિના મૂલ્યે ઇસ્યુ કરવામાં આવ્યા .દિવ્યાંગ બાળકોની મહત્વની જરૂરિયાત એટલે તેમનું મેડિકલ સર્ટી છે તેના દ્રારા સરકારની યોજનાઓનો લાભ લઈ શકાય છે.

આ કેમ્પમાં ઉપસ્થિત શિરિષભાઈ વાઘસિયા જિલ્લા આઇઇડી કો-ઓર્ડીનેટર રાજકોટ, હેમલભાઈ ડઢાણીયા આઇઇડી કો-ઓર્ડીનેટર આર.એમ.સી. અને મધુડા ભરતભાઈ બીઆરસી કો-ઓર્ડીનેટર કોઠારીયાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આ બાળકોને કેમ્પમાં હાજર રહેવા જાણ સારું કોઠારીયા પ્રાથમિક શાળા ના શિક્ષકો તેમજ સીઆરસી કો-ઓર્ડીનેટર  તમામનો સહિયારો પ્રયાસ રહ્યો હતો.

બીઆરપી મનુભાઈ ગોહિલ, ભટ્ટ આરતીબેન અને ડોડીયા વિરસિંહ આરટી દ્વારા બાળકો/વાલીઓને કેમ્પ વિશે અઠવાડિયા અગાઉથી ઘર મુલાકાત શાળા મુલાકાત ટેલિફોનિક જાણ કરીને ભારે જહેમત ઊઠાવી માહિતગાર કરવામાં આવ્યા હતા, આ કેમ્પમાં બાળકોને સરળતાથી સર્ટીફીકેટ મળી રહે તે હેતુથી બીઆરપી વનરાજભાઈ આહીર વિપુલભાઈ, આશીષભાઈ, કમલેશભાઈ, આરજુભાઈ દ્વારા બાળકોનું રજીટ્રેશન બાળકોના ફોર્મ ભરવા જેવી વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. રાજકોટ તાલુકાના જાણ કરેલ બાળકો પૈકી ૨૭ બાળકો સિવિલ સર્ટી માટે નોંધાયા જેમાં ૨૦ બાળકોના સર્ટી સ્થળ ઉપર જ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.