Abtak Media Google News

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી દાદરા નગર હવેલી બેઠક અનુસંધાને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સચિવાલય સભાખંડમાં જાણકારી આપવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી ગોપીનાથ કન્નને જણાવ્યુ હતું કે ચૂંટણી પૂર્ણ રૂપે પારદર્શી અને ન્યાયી રીતે યોજાય તે માટે તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે,તેમણે એવી પણ માહિતી આપી કે, ચૂંટણી પ્રક્રીયાના અનુસંધાને વિવિધ પ્રકારની ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ખર્ચ સમિતિ, આદર્શ આચાર સંહિતા સમિતિ, એમસીએમસી, ફ્લાઈંગ સ્ક્વોડ, સ્ટેટિક સર્વેલન્સ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા અમલમાં મુકવામાં આવેલી આદર્શ આચાર સંહિતાની બાબતની સમજ આપતા કલેક્ટરે રાજકીય પક્ષોને તેનું પાલન કરવા પણ જણાવ્યું હતું.ખાસ કરીને ખર્ચની બાબતમાં ચૂંટણી તંત્ર દ્વારા નિયત કરવામા આવેલા દરોના આધારે જે તે ઉમેદવારના વ્યક્તિગત ખાતામાં ચૂંટણીનો ખર્ચ ગણવામાં આવશે અને ઉમેદવારે ચૂંટણી માટેનું અલગથી બેંક ખાતુ ખોલવાની પ્રક્રીયા સમજાવી હતી,વિવિધ બાબતનો ભાવપત્રકો રાજકીય પક્ષોને આપવામાં આવ્યા હતા,દાદરા નગર હવેલી વિસ્તારમાં રૂ. ૫૦ હજારથી વધુની રોકડ રકમની હેરફેર પ્રસંગે તે રકમ અંગેના જરૂરી આધાર પુરાવા, બિલો રાખવા જણાવવામા આવ્યુ હતુ.

એસપી શરદ દરાડેએ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સ્થાનિક પોલીસની મદદે કેન્દ્રીય અનામત દળની ટીમ મુકવામાં આવશે,પડોશી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ વડા જોડે બેઠક કરી દારૂની ગેરકાયદેસર હેરફેર રોકવા સીમાઓ સીલ કરવામાં આવશે,વધુમાં એમણે જણાવ્યું હતું કે સોશીયલ મીડિયા ઉપર જાતિવિષયક અભદ્રભાષાના પ્રયોગ પર મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે,જ્યા પણ આદર્શ ચૂંટણી આચારસંહિતાનો ભંગ થશે,જેવોના વિરુધ્ધ સખત પગલા ભરવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.