Abtak Media Google News

ઉત્તર પશ્ચિમ રેલ્વેના જયપુર સ્ટેશન પર ઓગષ્ટ મહિના માં યાર્ડ રેમોડલિંગ કાર્ય માટે બ્લોક લેવાને કારણે અમદાવાદ તથા રાજકોટ ડિવિઝન થી ઉપડનારી ટ્રેનો પ્રભાવિત રહેશે.

સંપૂર્ણ રદ્દ ટ્રેનોમાં ૧૫ ઓગષ્ટ અને ૨૨ ઓગષ્ટ ૨૦૧૯ (બે ટ્રીપ) ની ૧૫૨૬૯ મુજફ્ફરપુર-અમદાવાદ તથા ૧૮ અને ૨૫ ઓગષ્ટ ની ૧૫૨૭૦ અમદાવાદ-મુજફ્ફરપુર એક્સપ્રેસ રદ્દ રહેશે. ૨૪ ઓગષ્ટ ની ૧૯૨૬૩ પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ તથા ૨૬ ઓગષ્ટ ની ૧૯૨૬૪ દિલ્હી-પોરબંદર એક્સપ્રેસ રદ્દ રહેશે. ૧૨ અને ૧૯ ઓગષ્ટ ની ૧૯૪૦૧ અમદાવાદ-લખનઉ તથા ૧૩ અને ૨૦ ઓગષ્ટની ૧૯૪૦૨ લખનઉ-અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે. ૨૨ ઓગષ્ટની ૧૯૪૦૭ અમદાવાદ-વારાણસી તથા ૨૪ ઓગષ્ટની ૧૯૪૦૮ વારાણસી-અમદાવાદ રદ્દ રહેશે. ૨૩ ઓગષ્ટ ની ૧૯૫૬૫ ઓખા-દેહરાદૂન અને ૨૫ ઓગષ્ટની ૧૯૫૬૬ દેહરાદૂન-ઓખા રદ્દ રહેશે. ૧૫ અને ૨૨ ઓગષ્ટ ની ૧૯૫૭૯ રાજકોટ-દિલ્હી સરાઈ રોહિલ્લા તથા ૧૬ અને ૨૩  ઓગષ્ટ ની ૧૯૫૮૦ દિલ્હી સારાય રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ રદ્દ રહેશે.

૧૪ અને ૨૧ ઓગષ્ટ ની ૦૪૧૮૭ ઝાંસી-વેરાવળ સ્પેશિયલ તથા ૧૬ અને ૨૩  ઓગષ્ટની ૦૪૧૮૮ વેરાવળ-ઝાંસી એક્સપ્રેસ રદ્દ રહેશે.

આંશિક રીતે રદ્દ ટ્રેનોમાં મુખ્યત્વે ૧૨ અને ૧૯ ઓગષ્ટની ૧૯૫૭૩ ઓખા-જયપુર અજમેર સુધી જ ચાલશે તથા અજમેર-જયપુર વચ્ચે રદ્દ રહેશે. ૧૩ અને ૨૦ ઓગષ્ટ ની ૧૯૫૭૪ જયપુર-ઓખા એક્સપ્રેસ જયપુર-અજમેર વચ્ચે રદ્દ રહેશે તથા અજમેર થી ઓખા માટે ચાલશે. ૨૩ અને ૨૪ ઓગષ્ટ ની ૧૯૭૦૭ બાંદ્રા ટર્મિનસ જયપુર અરાવલી એક્સપ્રેસ અજમેર સુધી ચાલશે અને અજમેર-જયપુર વચ્ચે રદ્દ રહેશે. ૨૫ અને ૨૬ ઓગષ્ટ ની ૧૯૭૦૮ જયપુર-બાંદ્રા ટર્મિનસ જયપુર અને અજમેર વચ્ચે રદ્દ રહેશે તથા અજમેર થી બાંદ્રા માટે ચાલશે. ૧૧ થી ૨૪ ઓગષ્ટ સુધી (કુલ ૧૪ ટ્રીપ) ની ૫૪૮૦૫ અમદાવાદ-જયપુર પેસેન્જર અજમેર સુધી જશે તથા અજમેર અને જયપુર વચ્ચે રદ્દ રહેશે. ૧૩ થી ૨૬ ઓગષ્ટ ની (કુલ ૧૪ ટ્રીપ) ૫૪૮૦૬ જયપુર-અમદાવાદ પેસેન્જર જયપુર-અજમેર વચ્ચે રદ્દ રહેશે તથા અજમેર થી અમદાવાદ વચ્ચે ચાલશે.

માર્ગ પરિવર્તન ટ્રેનોમાં ખાસ કરીને તા. ૧૦, ૧૩, ૧૭ અને ૨૪ ઓગષ્ટની ૧૪૩૧૧ બરેલી-ભુજ એક્સપ્રેસ, ૧૪, ૨૧ અને ૨૫ ઓગષ્ટ ની ૧૪૩૨૧ બરેલી-ભુજ એક્સપ્રેસ તથા ૧૪ અને ૨૪ ઓગષ્ટ ની ૧૪૩૨૨ ભુજ-બરેલી એક્સપ્રેસ વાયા રેવાડી-રીંગસ-ફૂલેરા ના પરિવર્તિત માર્ગ થી ચાલશે તથા જયપુર નહિ જાય. તા. ૨૦ ઓગષ્ટની ૧૯૨૬૩ પોરબંદર-દિલ્હી કેન્ટ અને ૦૮, ૧૯ અને ૨૨ ઓગષ્ટની ૧૯૨૬૪ દિલ્હી-પોરબંદર એક્સપ્રેસ વાયા ફૂલેરા- રેવાડી થઈને ચાલશે તથા જયપુર નહિ જાય. તા. ૦૮, ૧૫, ૧૬ અને ૨૨ ઓગષ્ટની ૧૯૨૬૯ પોરબંદર-મુજફ્ફરપુર તથા ૧૧, ૧૨, ૧૮ અને ૧૯ ઓગષ્ટની ૧૯૨૭૦ મુજફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ વાયા રેવાડી-રીંગસ-ફૂલેરા થઈને ચાલશે. તા. ૧૨ અને ૧૯ ઓગષ્ટ ની ૧૯૪૦૩ અમદાવાદ-સુલતાનપુર તથા ૭, ૧૪ અને ૨૧ ઓગષ્ટ ની ૧૯૪૦૪ સુલતાનપુર-અમદાવાદ એક્સપ્રેસ વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી થઈને ચાલશે. ૧૫ ઓગષ્ટની ૧૯૪૦૭ અમદાવાદ-વારાણસી અને ૧૭ ઓગષ્ટની ૧૯૪૦૮ વારાણસી-અમદાવાદ વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી થઈને ચાલશે. ૧૮ ઓગષ્ટની ૧૯૪૧૫ અમદાવાદ-કટરા તથા ૧૩ અને ૨૦ ઓગષ્ટની ૧૯૪૧૬ કટરા-અમદાવાદ વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી થઈને ચાલશે. તા. ૧૬ ઓગષ્ટની ૧૯૫૬૫ ઓખા-દેહરાદૂન તથા ૧૮ ઓગષ્ટની ૧૯૫૬૬ દેહરાદૂન-ઓખા એક્સપ્રેસ વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી થઈને ચાલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.