Abtak Media Google News

રાજ્યસભામાં આજે ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણની કલમ 370 તથા બંધારણના અનુચ્છેદ 35-એને નાબૂદ કરવાનો સરકારનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ પણ સ્વીકારી લીધો હોવાથી હવે જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક અલગતાવાદીઓ અને વિભાજનવાદીઓનું વર્ચસ્વ ખતમ થઈ જશે.
– જમ્મુ-કાશ્મીર રાજ્યનું વિભાજન કરી દેવાતા હવે તેના બે ટુકડા થશે.આમાં પહેલો ભાગ જમ્મુ-કાશ્મીરનો રહેશે અને બીજો ભાગ લદ્દાખનો રહેશે.

-આ બંનેને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. એટલું જ નહીં, બંનેના પોતાના અલગ વહીવટીતંત્ર પણ રહેશે અને તેમને આ પ્રકારના બંધારણીય દરજ્જા પણ આપવામાં આવશે. બંધારણના અનુચ્છેદ 370 અને બંધારણના અનુચ્છેદ 35-એ હેઠળ જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાનો આ સાથે જ અંત આવી ગયો છે.


– મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ કરીને એક કાંકરે ઘણા પક્ષીના શિકાર કર્યા છે. બંધારણના અનુચ્છેદ 35-એ અને કલમ 370ની નાબૂદીથી રાજ્ય સરકારની ભૂમિકા હવે મર્યાદિત થઈ જશે.

-આ સંજોગોમાં કાશ્મીરમાં અત્યારસુધી અસ્થિરતા અને અરાજકતા માટે જેમને જવાબદાર ગણવામાં આવે છે તેવા વિભાજનવાદીઓ અને અલગતાવાદીઓનું એકહથ્થૂ વર્ચસ્વ ખતમ થઈ જશે તેમ મનાય છે.

-વિભાજનવાદીઓ રાજકારણમાં આવી નથી શકતા અને ચૂંટણીઓનો વિરોધ કરે છે અને આ સંજોગોમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનતા તેમના સ્વચ્છંદીપણા પર પણ કાપ મૂકાશે.

– પ્રાથમિકપણે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે દિલ્હી સરકારની જેમ જ આરોગ્ય-શિક્ષણ જેવા મુદ્દા સ્થાનિક સરકાર પાસે રહેશે. જ્યારે બંને રાજ્યોમાં લેફ્ટનેન્ટ ગવર્નરની નિમણૂંક કરીને વહીવટીતંત્ર ચલાવાઈ શકે છે. જ્યારે બંને રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાનો હવાલો કેન્દ્ર સરકાર પાસે રહી શકે છે.

-જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હવેથી રાજકીય ગતિવિધિઓ મર્યાદિત બની જશે.

– કાશ્મીરમાં સ્થાનિક રાજકારણીઓનું વર્ચસ્વ પણ મર્યાદિત થઈ જશે કારણ કે કાયદો અને વ્યવસ્થા હવે કેન્દ્ર સરકારને હસ્તક જતી રહેશે.

-બંધારણની કલમ 370 અંતર્ગત મળતો વિશેષ દરજ્જો પણ ખતમ થઈ જશે અને આ કારણે કાશ્મીરને કેન્દ્ર સરકાર દ્વારા જે અબજો રૂપિયાની ગ્રાન્ટ અપાતી હતી તેની પણ સમીક્ષા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.