Abtak Media Google News

અબતક મીડિયા હાઉસના નવા સોપાન આઈ એમ ન્યુ ગુજરાતી એગ્રીગેટરનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થયેલો શુભારંભ:

1 48ગુજરાતભરના પબ્લીશરો, રાજકીય, સામાજિક અને બિઝનેસ ક્ષેત્રના આગેવાનોની વિશાળ ઉપસ્થિતિમાં દબદબાભેર લોન્ચીંગ

Dsc 0227અબતક મીડિયા હાઉસ દ્વારા વિશ્વભરના ગુજરાતીઓ માટે બનાવવામાં આવેલા સૌપ્રમ એગ્રીગેટર આઈ એમ ન્યુ ગુજરાતીનું ગઈકાલે રાજયના લોક લાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે યોજાયેલ એક ભવ્ય સમારંભમાં ગુજરાતભરમાંથી ટીવી ચેનલ, દૈનિક સાપ્તાહિક અખબારોના પબ્લીશરો, રાજકીય, સામાજિક અને બિઝનેસ ક્ષેત્રનાં આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. પોઝીટીવ ન્યુઝ, ઈન્ફરમેટીવ ન્યુઝના ધ્યેય સો છેલ્લા સાત વર્ષીથી મીડિયા જગતમાં કાર્યરત અબતક મીડિયા હાઉસે દૈનિકપત્ર દ્વારા પ્રિન્ટ મીડિયા, ન્યુઝ ચેનલ દ્વારા ઈલેકટ્રોનિકસ મીડિયા બાદ હવે આઈએમએનજી એપ અને વેબસાઈટ દ્વારા ડિજીટલ મીડિયામાં પ્રવેશ કર્યો છે.

3S8A3639આ શુભારંભ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પાટડી આશ્રમના ભાવેશબાપુ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મેયર બીનાબેન આચાર્ય, રાજકોટ એનસીસીના બ્રિગ્રેડીયર અજીતસિંહ, અબતક મીડિયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યો હતો જે બાદ લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સતીષભાઈ મહેતા તા ભાવેશબાપુ દ્વારા ગુલાબોનો વિશાળ હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવેશબાપુનું સ્વાગત સતીષભાઈ મહેતા તા ખાસ ઈન્દોરક્ષ આવેલા પ્રણવભાઈ સંઘવી દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરાયું હતું. જે બાદ સ્ટેજ પર ઉપસ્તિ મહાનુભાવોનું સ્વાગત અબતક મીડિયા સો જોડાયેલા વિવિધ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

Bb5 18આ પ્રસંગે આર્શીવચન પાઠવતા પાટડી આશ્રમના ભાવેશબાપુએ જણાવ્યું હતું કે, ગુરૂ મહારાજના આશીર્વાદથી સાત વર્ષ પહેલા અખબાર શરૂ કરનારા સતીષભાઈને ચેનલ બાદ હવે એપમાં પણ સફળતા મળશે. આ એપ દ્વારા લોકહીતના કાર્યો થાય, તમામ મુશ્કેલીઓ આવે તે પહેલા તેનું નિરાકરણ આવે તેવા આશિષ છે. આ એપ દ્વારા ગુજરાતીઓ અને સરકારને કંઈક નવું આપવાના સતીષભાઈના પ્રયત્નોને આપ સૌના સાથ સહકાર અને ગુરૂ મહારાજના આશિષથી સફળતા મળે અને સતીષભાઈની યશ, કીર્તી અને નામના વધે તેવા દિલી આશિર્વાદ છે.

3S8A3678આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં અબતક મીડિયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાએ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી સી.એમ. કરતા કોમનમેન વધારે છે અને સૌરાષ્ટ્રના પોતીકા છે. જેની સૌરાષ્ટ્રના વિકાસકાર્યો અતિ ઝડપભેર ઈ રહ્યાં હોય તેઓ આગામી ૧૦ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી બની રહે તેવી શુભકામનાઓ વ્યકત કરતા સતીષભાઈએ ઉમેર્યું હતું કે, વિજયભાઈએ પાયાના સ્તરી કામ કરેલું હોય દરેક પ્રજાકીય પ્રશ્નોનો તુરંત સમજીને તેનું નિરાકરણ બનાવાના પ્રયાસો કરે છે. મુખ્યમંત્રી બન્યા બાદ ‘અબતક’ કાર્યાલયની મુલાકાતે આવેલા વિજયભાઈ સમક્ષ મેં યુએલસી સહિતના દસ પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. જેમાંથી વિજયભાઈએ માત્ર એક માસમાં આઠ પ્રશ્નોનું નિરાકરણ લાવી દીધું છે. તેમના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર-ગુજરાત વિકાસની વધુ હરણફાળ ભરે તેવી શુભકામનાઓ પણ વ્યકત કરી હતી.

3S8A3711આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનના પ્રારંભમાં આવી સરસ એપ બનાવવા બદલ સતિષભાઈ અને અબતકની ટીમને શુભકામનાઓ પાઠવીને જણાવ્યું હતું કે, લોકશાહીમાં મીડિયા ચોથી જાગીર ગણાય છે. મીડિયામાં આવતા સમાચારોની લોકો પર સીધી અસર થાય છે. આવતા એક સમયે પ્રિન્ટ મીડિયા સર્વેસર્વા હતું. જે બાદ ઈલેકટ્રોનીકસ મીડિયા આવ્યું જે બાદનો ત્રીજો તબક્કો એટલે ડિજીટલ મીડિયા, સતીષભાઈ આ ત્રણેય મીડિયા એક સાથે ચલાવી રહ્યાં હોય અભિનંદનને પાત્ર છે.

Jitanshiસમાજમાં જેટલી સમસ્યા છે તેટલા જ તેના સોલ્યુશન છે. આ સમસ્યાના સોલ્યુશન ટેકનોલોજીી જોડીને લોકપયોગી કેવી રીતે બને તે જોવાની જવાબદારી તમામ તંત્રોની છે. હાલમાં સમાજમાં બનતી ઘટનાઓનું ઝડપી માહિતી એટલે કે બ્રેકિંગ ન્યુઝ આપવામાં ઘણી વખત સત્ય દબાઈ જતું હોય છે. આ દબાઈ ગયેલા સત્યને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી મીડિયાની છે. વસ્તી, વિસ્તારના કારણે ઘણી વખત લોક સમસ્યાઓનું ફીડબેક તંત્રને મળતું ની તો ઘણી વખત તંત્ર પણ લાપરવાહી કરતું હોય છે ત્યારે ટેકનોલોજી અને મીડિયાના સમન્વય સાધતા આઈએમએનજી એપ જેવા માધ્યમોથી  લોકોના નાના-મોટા પ્રશ્નો ઝડપી તંત્ર સુધી પહોંચે અને તંત્ર પણ તેનો ઝડપી નિકાલ કરે તો ખરેખર લોકપયોગી બની શકે તેમ છે તેમ જણાવીને રૂપાણીએ ઉમેર્યું હતું કે, તેમને તાજેતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સીએમ ડેસ્કબોર્ડ લોન્ચ કર્યું છે. જેમાં રાજયભરના કલેકટર, ડીડીઓ, પોલીસ સ્ટેશનો વગેરે જેવા ૩૫૦૦થી વધુ ઈન્ડીકેટો જોડાયેલા છે અને તેના દ્વારા લોકઉપયોગી કામો ઝડપભેર કરવા સુચનાઓ આપવામાં આવનારી છે.

2 38

તાજેતરમાં યોજાયેલી અમદાવાદની ભગવાન જગન્નાની યાત્રાનું તેમને આ બોર્ડ પર લાઈવ નિદર્શન જોયું હતું.ટેકનોલોજી અને સિસ્ટમનો ઉપયોગ કરીને સત્તાનો તો દૂરઉપયોગ અટકાવવા મહાનગરપાલિકાઓની કોમન જીડીસીઆર ઓનલાઈન બનાવી છે. જેી લોકોનો તેમના સાચા પ્લાનની મંજૂરી ૪૮ કલાકમાં મળી જશે. આવતા માસી બિનખેતીની પ્રક્રિયા પણ ઓનલાઈન કરવામાં આવનારી છે. ૧૦૮ની સેવામાં દેશભરમાં ગુજરાત સરકારે સૌપ્રમ એપ બનાવીને તેના દ્વારા અકસ્માતમાં ઈજાગ્રસ્તોના સ્થળની માહિતી મેળવીને તુરંત ઈમરજન્સી મેડીકલ સહાય પહોંચાડવાની પહેલ તેમની સરકારી કરી છે તેમ જણાવીને રૂપાણીએ ઉમેર્યું હતું કે, આજે મીડિયામાં માત્ર જે સમસ્યા કહેવાય છે તેનું નિરાકરણ કરવાની જવાબદારી સરકારની છે પરંતુ સરકાર બધુ કરી શકે તે પણ શક્ય નથી. જેથી સમસ્યાની સાથે તેનું સોલ્યુશન પણ નીકળે તેવા પ્રયત્નો બધાએ કરવા જોઈએ તેમાં સતીષભાઈની ટીમે પહેલ કરીને આઈ એમ ન્યુ ગુજરાતીની આ એપ બનાવી છે તેને સફળતા મળશે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

3S8A3683આઈએમએનજી એગ્રીગેટરના શુભારંભ પ્રસંગે રાજયભરમાં વિવિધ ગુજરાતી ચેનલો, દૈનિકપત્રો, સાપ્તાહિકો, યુ-ટયુબ ચેનલના પબ્લીશરો મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યાં હતા. જયારે રાજકીય મહાનુભાવોમાં ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, અંજલીબેન રૂપાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, મનપાની વિવિધ સમિતિના ચેરમેનો મનીષભાઈ રાડીયા, શિલ્પાબેન જાવિયા, પુષ્કરભાઈ પટેલ, ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, બાબુભાઈ ઘોડાસરા, લાભભાઈ ખીમાણીયા, ઘનશ્યામભાઈ હેરભા ઉપસ્તિ રહ્યાં હતા. જ્યારે શિક્ષણ જગતમાંથી ડો.ભાવિન કોઠારી, ડો.વિજયભાઈ દેસાણી, કિરીટભાઈ પાઠક, મેહુલ રૂપાણી, પંચશીલ સ્કૂલના ડી.કે.વાડોદરીયા, મહેશભાઈ ચૌહાણ વગેરે ઉપસ્તિ રહ્યાં હતા.

11 11Jc
12 77 85 20 9 66 167 81 50વ્યવસાય ક્ષેત્રમાં રાજકોટ નાગરિક બેંકના જયોતિન્દ્રભાઈ મહેતા, બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, વી.પી.વૈષ્ણવ વગેરે હાજર રહ્યાં હતા. આ પ્રસંગે જીએસટીના ચીફ કમિશનર સંતોષકુમાર, રાજકોટ કલેકટર ડો.રાહુલ ગુપ્તા, અધિક કલેકટર હર્ષદ વોરા રાજકોટ રેલવેના ડીઆરએ પી.બી.નિનાવે, સીનીયર ડીસીએમ રવિન્દ્ર શ્રીનિવાસ, જીબીયાના જનરલ સેક્રેટરી બીપીનભાઈ શાહ, સાવલીયા, રાજકોટ શહેર વર્તુળના સુપ્રિટેન્ડેન્ટ વ્યાસ, એસ.ટી.ના વિભાગીય નિયામક દિનેશ જેઠવા, વોકહાર્ટ હોસ્પિટલના મનહરભાઈ મજીઠીયા, બ્રહ્માકુમારીઝના ભારતી દીદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

Marutbhai Mansi
Udit Sheetalઆ કાર્યક્રમનું સંચાલન ઉદીત પારેખ અને શીતલ વેગડા તા મારૂત ત્રિવેદી અને માનસી સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું. અબતકની સફળતા ગાા વરિષ્ઠ પત્રકાર નિલેશભાઈ પંડયા દ્વારા જયારે આઈએમએનજી એપ અંગ્રેજી માહિતી ચિરાગભાઈ તા ઈન્દોરી ખાસ આવેલા પ્રણવભાઈ સંઘવીએ આપી હતી.

3S8A3508

6 16

13 2

જયારે પબ્લીક વાઈવના સીઈઓ નરસિંહમાએ આ એપની વિશેષતાઓ અંગેની જાણકારી આપી હતી.

NarsihChiragbhai
Dsc 0059

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.